મુખ્ય  /  સમાચાર  /  આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અક્વાન

આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અક્વાન

Top Stories18 Nov 2026 · 1:45 PM 16 વ્યૂઝ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અક્વાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી વાવાઝોડું અક્વાન આવતીકાલ સાંજ સુધીમાં ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. શુક્રવારે બપોરની આસપાસ આંધ્રપ્રદેશ અને નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચેના યાનમ કિનારાને પાર કરવાની ધારણા છે. પવન 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે જે 145 કિલોમીટર સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર અને શુક્રવારે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેલંગાણામાં પણ શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ થવાની ધારણા છે.ઓડિશા સરકારદ્વારા આપત્તિ રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે અને ચક્રવાતી આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સત્તાવાર સલાહનું પાલન કરવા અને સતર્ક રહેવા વિનંતી કરાઇ છે.

આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અક્વાન (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા