પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના નેતાઓ સાથેના સ્નેહમિલન બાદ ભાજપ પ્રદેશ સંગઠન અને સરકારમાં ગુસપુસ ચાલુ થઇ ગઇ છે, એવું પણ લાગી રહ્યું છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા મંત્રીમંડળ નહીં બદલાય પણ ભાજપ સંગઠન ના પ્રદેશ માળખા માં ધરખમ ફેરફાર થઇ શકે છે. નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના મંત્રીઓ અને જૂના નેતાઓ સાથે સ્નેહમિલન તો કર્યું પણ ભાજપ સંગઠનના પ્રદેશ નેતાઓ-હોદેદારોને દૂર રાખ્યા હતા, જે અંગે ભાજપના નેતાઓનું કહેવું છે કે, ભાજપના પ્રદેશ નેતાઓના ગેરવર્તણુકની ફરિયાદો છેક વડાપ્રધાન સુધી પહોંચી હતી, ખાસ કરીને ભાજપના સિનિયર નેતાઓ હાલના પ્રદેશ નેતાઓ સાથે વાતચીત કરવા માટે કોલ કરે તો કોલ ઉપાડતા નથી, કે વળતો ફોન પણ કરતા નથી, સિનિયર નેતાઓ કમલમમાં આવે તો પણ એમની સરભરા તો ઠીક માન-સન્માન પણ જળવાતું ના હોવાની ફરિયાદો થઇ હતી, આ મામલે કેટલાક નેતાઓએ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને પણ ફરિયાદ કરી હતી. જેથી મોદીએ પણ આ બાબત ગંભીરતાથી લઇને આગામી દિવસોમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવી શકે છે.
ભાજપમાં સરકાર નહીં, પણ પ્રદેશ સંગઠન બદલાશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.