મુખ્ય  /  સમાચાર  /  ICCના ચેરમેન પદે જય શાહ બીજી ટર્મ માટે બિનહરીફ ચુંટાયા

ICCના ચેરમેન પદે જય શાહ બીજી ટર્મ માટે બિનહરીફ ચુંટાયા

16 Nov 2026 · 4:59 PM 12 વ્યૂઝ

આઇસીસીના ચેરમેન પદે જય શાહની બીજી ટર્મ માટે બિનહરીફ પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે. બાલી ખાતે યોજાયેલી આઇસીસી બોર્ડની મહત્વપુર્ણ બેઠકમાં ડિરેકટર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ બાદ વૈશ્વિક સંચાલક મંડળે આ જાહેરાત કરી છે. ક્રિકેટની રમત હવે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં પુનરાગમન વિસ્તૃત લાંબા ગાળાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આઇસીસી બોર્ડે ક્રિકેટના પાયા મજબૂત કરવા, મહિલા ક્રિકેટના સતત વિકાસને ટેકો આપવા, એસોસીએટ સભ્યો માટે તકો વધારવા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અખંડિતતા જાળવવા અને રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાઉ વ્યાવસાયિક તકો ઉભી કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. આઇસીસી ચેરમેન જય શાહે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આઇસીસી બોર્ડે તેમનામાં મુકેલા વિશ્વાસ અને દરેક ડિરકેટરના સતત સમર્થન બદલ તેઓ ગૌરવ અને કૃતજ્ઞતા અનુભવે છે. આ સાથે વિશ્વભરના ક્રિકેટ બોર્ઢના વડાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.

ICCના ચેરમેન પદે જય શાહ બીજી ટર્મ માટે બિનહરીફ ચુંટાયા ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા