બિલ્કીસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે તેમની સજા સ્થગિત કરી અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બંને દોષિતોએ 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. 2017ના બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને અરજી કરીને પડકાર્યો હતો, જેમાં બંને દોષિતોની સજા અને આજીવન કેદને સમર્થન આપવામાં આવ્યું હતું. જસ્ટીસ એમ.એમ. સુંદરેશ અને પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે, અપીલમાં હકીકતલક્ષી અંગે અને કાનુની બંને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જેના માટે સુનાવણી જરૂરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, બંને અપીલકર્તાઓ 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે, જેઓને મુક્ત કરવાના નિર્ણયને રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, અપીલમાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓ અને દોષિતોની અટકાયતની અવધિને ધ્યાનમાં રાખીને તેમની સજા સ્થગિત કરવામાં આવે છે. વધુમાં તેમને ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતી શરેતોને આધીન જામીન આપવામાં આવે છે.
બિલ્કીસ બાનો કેસમાં બે દોષિતોને આજીવન કેદની સજા સ્થગિત કરાઇ ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.