મુખ્ય  /  સમાચાર  /  સૂર્યદેવની ઉપાસનનો છઠ પૂજા ઉત્સવ આજે ઉષા અર્ધ્ય સાથે સંપન્ન

સૂર્યદેવની ઉપાસનનો છઠ પૂજા ઉત્સવ આજે ઉષા અર્ધ્ય સાથે સંપન્ન

News16 Nov 2026 · 8:57 AM 0 વ્યૂઝ

સૂર્યદેવની પૂજાનો ચાર દિવસનો ભવ્ય તહેવાર છઠ પૂજા આજે ઉષા અર્ઘ્ય સાથે સમાપ્ત થયો છે ઉત્સવના અંતિમ દિવસે,આજે ભક્તો વહેલી સવારે ઘાટ અને જળાશયો પર ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા અને પૂજા કરવા માટે ભેગા થયા ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી, ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી 36 કલાકના ઉપવાસ છોડ્યા બિહાર,ઝારખંડમાં સવારના સૂર્યના પ્રથમ કિરણ પહેલાં જ છઠ ઘાટ ભક્તોથી ભરાઈ ગયા હતા. ભક્તોએ ઘાટ-જળાશયોમાં કમર સુધી પાણીમાં ઊભા રહીને સૂર્ય ભગવાનની પૂજા કરી અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.આકાશમાં સૂર્યના પ્રથમ કિરણો દેખાતાની સાથે જ વાતાવરણ 'જય છઠી મૈયા' ના નાદથી ગુંજી ઉઠ્યું. રાજ્યભરના વિવિધ છઠ ઘાટો પર ભક્તિના સમાન દ્રશ્યો જોવા મળ્યા. ઘાટો પર ભક્તોના વિશાળ મેળાવડાએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો કે છઠ માત્ર એક તહેવાર નથી પરંતુ શ્રદ્ધા અને પ્રકૃતિનો અનોખો સંગમ છે. છઠ વ્રત, બાળકોના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે છઠી મૈયાના આશીર્વાદ મેળવવા રાખવામાં આવે છે

સૂર્યદેવની ઉપાસનનો છઠ પૂજા ઉત્સવ આજે ઉષા અર્ધ્ય સાથે સંપન્ન (News) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા