મુખ્ય  /  સમાચાર  /  ઇરાને પ્રથમ મહિલાઓ માટે પ્રથમ સૈન્ય તાલીમ કેન્દ્ર ખોલ્યું

ઇરાને પ્રથમ મહિલાઓ માટે પ્રથમ સૈન્ય તાલીમ કેન્દ્ર ખોલ્યું

ટોપ સ્ટોરીઝ14 Nov 2026 · 11:16 AM 2 વ્યૂઝ

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા જતા તણાવના પગલે ઇરાને નવું પગલું ભર્યુ છે અને જમીની યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરતો નિર્ણય લીધો છે. ઇરાનની રાજધાની તેહરાનના પ્રસિદ્ધ આઝાદી સ્કેવર ખાતે મહિલાઓ માટે એક વિશેષ સૈન્ય તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યં છે. જ્યાં મહિલાઓને એસોલ્ટ રાઇફલ્સ, એકે-47 તથા પિસ્તોલ લઇને સૈન્ય કવાયત કરતા જોવા મળી રહ્યા છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં સૈન્ય બનવા માટે જરૂરી તમામ ટ્રેનિંગ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એપીના અહેવાલ અનુસાર આ સૈન્ય ટ્રેનિંગ સેન્ટરને 10 નવેમ્બરે શરૂ કરાયું હતું. ઇરાની અધિકારીનું કહેવું છે કે, અમેરિકાના સંભવિત જમીની હુમલાની સ્થિતિ સર્જાય તો મહિલા સ્વયંસેવકોને તૈયાર કરાઇ રહ્યા છે, જેઓ આ જમીનના યુદ્ધમાં અમેરિકાને પડકારશે, આ ઉપરાંત, ઇમરજન્સી સમયે રાહત કાર્ય, સૈન્ય સહાય અને લોજિસ્ટીક સપોર્ટ પણ આપશે. ઇરાનની આ પહેલનો હેતુ માત્ર યુદ્ધ સમયે હથિયાર ઉપાડવાનો નથી, પણ કોઇપણ પ્રકારની કટોકટી સર્જાય તો તેમાં સહયોગ આપવો, રાહત અને બચાવ કાર્યમાં પણ ડિલીવરી જેવા કામ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઇરાને પ્રથમ મહિલાઓ માટે પ્રથમ સૈન્ય તાલીમ કેન્દ્ર ખોલ્યું (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા