અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે સારા સમાચાર છે. મેટ્રો રેલવે દ્વારા સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન આજથી મુસાફરો માટે ખુલ્લું મુકાશે. આ ટ્રેન શરૂ થતાં જ અમદાવાદ શહેરના અન્ય ભાગો તરફ જતાં તેમજ ગાંધીનગર અપ-ડાઉન કરતા સાબરમતી અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને સીધો ફાયદો થશે. આ સ્ટેશને પહેલી ટ્રેન સવારે 6.27 વાગ્યે મળશે. તેમજ છેલ્લી ટ્રેન 11.35 વાગ્યે મળશે. મુસાફરો સાબરમતી રેલ્વે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર ઉતરી શકશે. સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશનથી પ્રથમ ટ્રેનનો સમય • મહાત્મા મંદિર તરફ જવા માટે સવારે 6.45 વાગ્યે • ગિફ્ટ સિટી તરફ જવા માટે સવારે 7.11 વાગ્યે સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો સમય • એપીએમસી તરફ જવા માટે રાત્રે 11.10 વાગ્યે • કોટેશ્વર રોડ તરફ જવા માટે રાત્રે 11.35 વાગ્યે • મહાત્મા મંદિર તરફ જવા માટે રાત્રે 9.10 વાગ્યે • ગિફ્ટ સિટી તરફ જવા માટે સાંજે 6.32 વાગ્યે મેટ્રો સેવા શરૂ થયા બાદ ટ્રેનના સમય અંગેની વધુ વિગતવાર માહિતી ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ રહેશે.
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન આજથી મુસાફરો માટે ખુલ્લુ મુકાશે (Top Stories ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.