ગુજરાત ATSએ સપાટો બોલાવ્યો હતો. વડોદરા નજીક જરોદ બસ સ્ટેન્ડ પાસેથી એકે 47 રાઇફલ તથા 23 જીવતા કારતૂસ સાથે આસામના એક આતંકીને દબોચી લીધો છે. જેની ઓળખ મહમ્મદ શાહરૂલ ઇસ્લામ તરીકે થઇ છે, અને તેની ધરપકડ બાદ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝડપાયેલો આતંકી મહમ્મદ શાહરૂપ ઇસ્લામ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈસ એ મહમ્મદ સાથે સંકળાયેલો હતો. છેલ્લા છ મહિનાથી ATS નજર રાખીને બેઠું હતું. જેને જરોદ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આતંકી ગુજરાતમાં કેમ આવ્યો હતો, અને કયાં હુમલા કરવાના ઇરાદે આવ્યો હતો, તેના સાથીદારો કોણ હતા, તેની તપાસ કરી રહી છે.
ATSનો સપાટોઃ વડોદરા પાસેથી એ.કે. 47 સાથે આતંકી ઝડપાયો (ન્યૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.