મુખ્ય  /  સમાચાર  /  FIFA પર સાયબર હુમલોઃ હેકર્સે કર્મચારીની ઓળખ બતાવી ગુપ્ત ડેટા ચોરી લીધા

FIFA પર સાયબર હુમલોઃ હેકર્સે કર્મચારીની ઓળખ બતાવી ગુપ્ત ડેટા ચોરી લીધા

સાયબર એટેક27 Nov 2026 · 10:07 AM 11 વ્યૂઝ

વિશ્વની સૌથી મોટી ફુટબોલ સંસ્થા ફીફા સાયબર હુમલાની શિકાર બની છે. જેમાં હેકર્સે કર્મચારીની ઓળખ બતાવીને 12 જીબીથી વધુના ગુપ્ત ડેટાની ચોરી કરી લીધી હોવાનો દાવો કરતા સમગ્ર ફુટબોલ જગતમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ સાયબર હુમલાની જવાબદારી હેન્ડસમ બોય હેકીંગ કલબ નામના હેકીંગ જુથે સ્વીકારી છે. આ હેકર્સ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફીફા સંબંધિત કેટલીક ફાઇલોના સ્ક્રીનશોટ મુકીને ડેટા ચોરીનો દાવો કર્યો છે. બીજી તરફ, ફીફાએ પણ સાયબર ઘટનાની પુષ્ટિ કરી હતી અને કેટલીક વ્યક્તિગત અને વ્યાવસાયિક માહિતી એકસેસ કરવામાં આવી હતી. જોકે, આ હુમલો કયારે થયો અને કેટલા લોકો અસરગ્રસ્ત થશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. આ ઘટનાના પગલે સંબંધિત અધિકારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને સઘન તપાસ શરૂ કરી છે. જ્યારે ચોરાયેલા દસ્તાવેજોની સંપુર્ણ હદ હજુય સ્પષ્ટ થવાની બાકી છે. નોંધનીય છે કે, તાજેતરના સમયમાં ફુડબોલ સંસ્થાઓ પર સાયબર હુમલાના બનાવો વધી રહ્યા છે. અગાઉ નવેમ્બરની શરૂઆતમાં સ્પેનિશ ફુટબોલ લીગ લા લિગા સાથે જોડાયેલા ડિજીટલ પ્લેટફોર્મ પર અનધિકૃત પ્રવેશ નોંધાયો હતો, જો જુલાઇમાં આર્જેન્ટિનાના ફુટબોલ ફેડરેશને પણ ઇમેઇલ લીક થયા બાદ સંભવિત સાયબર હુમલાની તપાસ શરૂ કરી હતી.

FIFA પર સાયબર હુમલોઃ હેકર્સે કર્મચારીની ઓળખ બતાવી ગુપ્ત ડેટા ચોરી લીધા (સાયબર એટેક) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા