મુખ્ય  /  સમાચાર  /  લિસ્ટેડ કંપનીઓની સંખ્યા અને માર્કેટ કેપમાં ગુજરાતે દિલ્હી-કર્ણાટકાને પાછળ છોડ્યું

લિસ્ટેડ કંપનીઓની સંખ્યા અને માર્કેટ કેપમાં ગુજરાતે દિલ્હી-કર્ણાટકાને પાછળ છોડ્યું

દેશના કુલ માર્કેટ કેપમાં ગુજરાતનો હિસ્સો 15 ટકા અને લિસ્ટેડ કંપનીઓ 14.2 ટકા છે

ટોપ સ્ટોરીઝ26 Nov 2026 · 2:55 PM 8 વ્યૂઝ

દેશના શેરબજારમાં ગુજરાતે પોતાની આર્થિક તાકાતનો વધુ એક વખત પરચો આપ્યો છે. માર્કેટ કેપિટલાઇઝેશન અને શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં ગુજરાતે દેશભરમાં બીજુંસ્થાન મેળવ્યું છે. 31 ઓકટોબર સુધીના આંકડા પ્રમાણે, દેશના કુલ માર્કેટ કેપમાં ગુજરાતનો હિસ્સો 15 ટકા અને લિસ્ટેડ કંપનીમાં 14.2 ટકા છે. આ રીતે ગુજરાતે દિલ્હી, કર્ણાટકા અને તામિલનાડુ જેવા મોટા આર્થિક કેન્દ્રોને પાછળ છોડી દીધા છ. મહારાષ્ટ્ર હજુ પણ પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ 2027માં અત્યાર સુધીના સમયગાળાના આ આંકડા સીએમઆઇઇ પ્રોવેસ, એલએસઇ વર્કસ્પેસ અને એનએસઇ ઇપીઆર પાસેથી મેળવવામાં આવ્યા છે. કુલ 3353 કંપનીઓના સંયુક્ત ડેટાના આધારે આ વિશ્લેષણ કરાયું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇના કાણે મહારાષ્ટ્ર 42.1 ટકા માર્કેટ કેપના હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. દેશની કુલ લિસ્ટેડ કંપનીઓમાંથી 32.4 ટકા કંપનીઓ મહારાષ્ટ્રમાં છે. ગુજરાત 15 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે. જ્યારે 13.1 ટકા સાથે દિલ્હી ત્રીજા સ્થાને, 7.6 ટકા સાથે કર્ટાકા ચોથા અને 5.5 ટકા સાથે તામિલનાડુ પાંચમા સ્થાને છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા પરંપરા અને શેરબજારમાં નવી કંપનીઓના પ્રવેશને કારણે આ મજબૂત સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા અને ઇક્વિટી માર્કેટમાં ભાગીદારીની ઉંડી સંસ્કળતિ છે. રાજયમાંથી સતત નવી કંપનીઓ શેરબજારમાં આવી છે. છેલ્લા એક દાયકામાં વિવિધ ક્ષેત્રોની અનેક નવી લિસ્ટેડ કંપનીઓએ પણ સારૂં પ્રદર્શન કર્યુ છે. ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતા અદાણી, ટોરેન્ટ અને ઝાયડસ જેવા મોટા કોર્પોરેટ જુથોએ રોકાણકારોનો વિશ્વાસ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નવા ઇશ્યૂ લાવતી કંપનીઓના કારણે પણ ભારતીય શેરબજારમાં ગુજરાતની હાજરી વિસ્તરી છે. બજારના વિશ્લેષકોનું કહેવું છે કે, કંપનીઓની સંખ્યા અને તેમના મુલ્યાંકન બંનેમાં ગુજરાતની મજબૂતી રાજ્ય વિસ્તરતા કોર્પોરેટ માળખાને દર્આશવે છે. ભારતના પબ્લીક માર્કેટના વિકાસને દિશા આપવામાં ગુજરાતનો પ્રભાવ વધી રહ્યો હોવાનો આંકડા સીધો સંકેત આપે છે.

લિસ્ટેડ કંપનીઓની સંખ્યા અને માર્કેટ કેપમાં ગુજરાતે દિલ્હી-કર્ણાટકાને પાછળ છોડ્યું (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા