ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કાર્ડિયાક ઇમરજન્સી 60 ટકા વધી ગઇ છે તેમાં પણ 40 વર્ષથી ઓછી વયમાં 30 ટકા જેટલા કેસ હોય છે, ખાસ કરીને શાળાના બાળકો, શિક્ષકો, જીમ કરનારા,ગરબા રમતા રમતાઅને શિક્ષક જેવા યુવાઓના મોત હાર્ટ એટેકના કારણે થઇ રહ્યા હોવાની કબૂલાત કરતા સરકારે વિધાનસભામાં લેખીત પ્રશ્નના ઉત્તરમાં એકદમ સહજતાથી કહી દીધું છે કે,જાગૃતિ કાર્યક્રમો, માહિતી પત્ર વેહચ્યાં અને જાહેરાતો આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા... આ અગાઉ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ નાની વયના લોકોમાં હૃદયરોગમાં વધારો થયો છે તે હકીકત સાચી છે? જો હા તો તેને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર દ્વારા સંશોધન-પરિક્ષણનું આયોજન છે કે કેમ અને જો હા, તો આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે શું કાર્યવાહી હાથ ધરી છે? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ઉપલબ્ધ તબીબી સંશોધન મુજબ રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગમાં વધારો થયો છે તે હકીકત સાચી છે. તેને નિયંત્રિત કરવા યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ દ્વારા હૃદયરોગને સંશોધન-પરિક્ષણ કરવા માટે વિવિધ પ્રિવેંટિવ ગતિવિધિકરવામાં આવે છે.
છેલ્લા 5 વર્ષમાં કાર્ડિયાક ઇમરજન્સી 60 ટકા વધી, 40 વર્ષથી નાની ઉંમરના 30 ટકા કેસ (સોશ્યલ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.