મુખ્ય  /  સમાચાર  /  ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે

ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે

ગુજરાતમાં લેન્ડ રિફોર્મ માટે સીએલસી કમિટીનો રિપોર્ટ સરકારને સુપરત કરાયો

ટોપ સ્ટોરીઝ24 Nov 2026 · 1:08 PM 154 વ્યૂઝ

ગુજરાત સરકારે બિન ખેતીની જમીન મુદ્દે ઉભા થયેલા વિવાદને બાદ હવે બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકે તે અંગે વિચારણા હાથ ધરી છે. હાલમાં જ વિધાનસભાના પુર્વ સ્પીકર રમણલાલ વરા ખોટા દસ્તાવેજના આધારે આતેદાર બન્યા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઇ છે. જ્યારે અન્ય ઉદ્યોગપતિઓ પણ બોગસ ખેડૂત ખાતેદાર થઇ રહ્યા હવાની વિગતો પણ મળી છે. ગુજરાતના ગણોત ધારાની કલમ 63 હેઠળ ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે. હાલના નિયમો મુજબ ખેડૂત ન હોવાના કાણે અન્ય લોક કૃષિની જમીન ખરીદી શકતા નથી. ત્યારે જે લોકો રસ દાવે છે તેમના દ્વારા કૃષિ ક્ષેત્રે રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળે અને ખેતીની જમીનો બિનખેતી થતા અટકે જે હેતુથી રાજ્ય સરકાર બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકે તેવા ફેરફારો અંગે વિચારણા કરી રહી છે. આ ઉપરાંત, હાલમાં મહેસુલ વિભાગે ખેડા જિલ્લાના માતરમાં 500 બોગસ ખેડૂત ખાતેદારો પકડાયા હતા. આ ઉપરાંત, રાજ્યમાં મોટાપાયે ખેતીની જમીનો બિનખેતીમાં પરિવર્તિત થઇ રહી છે, તેમજ મોટા પ્રમાણમાં ખેતીની જમીન બિન ખેતી થઇ રહી છે, જે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કીમ, મિઝરોમ, ઉત્તરાખંડ, ગોવા ઉપરાંત ગુજરાતમાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. જ્યારે ઉત્તરપ્રદેશ, કેરાલા, રજાસ્થાન, હરિયાણા, કર્ણાટકા, આસામ, પંજાબ, તેલગાણાં સહિતના રાજ્યોમાં ખેતીની જમીન ખરીદવાના નિયમો હળવા છે. આ રાજ્યોમાં કોઇપણ વ્યક્તિ, કલેકટર સહિત સ્થાનિક તંત્રની મંજુરી મેળવીને ખેતીની જમીન ખરીદી શકે છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં લેન્ડ રિફોર્મ માટે સીએલસીના કમિટિનો રિપોર્ટ સરકારને સુપરત કરાયો છે. તેમાં પણ જમીન કોઇપણ વ્યક્તિ ખરીદી શકે તેવી ભલામણ કરાઇ છે.

ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા