મુખ્ય  /  સમાચાર  /  હવે, ગ્રે બજારના પ્રીમિયમ દર્શાવી શકાશે નહીં

હવે, ગ્રે બજારના પ્રીમિયમ દર્શાવી શકાશે નહીં

બિઝનેસ24 Nov 2026 · 8:44 AM 23 વ્યૂઝ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ આવનારા આઇપીઓના ગ્રે બજાર પ્રીમિયમ દર્શાવવા સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હોવાથી હવે દલાલો જીએમપીના આંકડા દર્શાવી શકશે નહીં. રોકાણકારોને પ્રીમિયમ મારફતે આઇપીઓ ભરવા માટે આકર્ષિત કરવાના ઉદ્દેશને સેબી દ્વારા બ્રેક મારવામાં આવી રહી છે. સેબી કહે છે કે, જીએમપીના આંકડા અનૌપચારિક છે. આની કોઇ સત્તાવાર પૃષ્ટિ નથી. આમ છતાં ઘણી વેબસાઇટસ, ડિજિટલ પ્લેટફોર્મ તથા અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેનાથી રોકાણકારોને ખોટા સંકેત મળે છે અને બજારની પારદર્શિતા અને જવાબદારીને નુકશાન પહોંચે છે. સેબીના કહેવા અનુસાર જીએમપીના આંકડા શેરબજારની બહાર થતા ટ્રેડસના આધારે તૈયાર કરવામાં આવે છે. આ ડીલ્સ નિયમનકારો દ્વારા મોનીટર કરવામાં આવતી નથી. જેમાં રોકાણકારોને કોઇ સેટલમેન્ટ ગેરન્ટી કે કોઇપણ પ્રકારની સુરક્ષા મળતી નથી. જેનાથી રોકાણકારોને ખોટા સંકેત મળે છે. જે બજારની પારદર્શિતા અને જવાબદારીને નુકશાન પહોંચાડે છે. સેબીએ નોંધાયેલા બ્રોકરેજ અને માર્કેટ પાર્ટનર્સને સુચના આપી છે કે તેઓ જીએમપી ડેટા કોઇપણ માધ્યમથી શેર ન કરે, જેમાં વેબસાઇટ પ્લેટફોર્મ, ઇમેઇલ, એસએમએસ, અખબારો અને સોશ્યલ મીડિયા સામેલ છે. સેબીએ એવું પણ સ્પષ્ટ કર્યુ છે કે, ગ્રે બજારમાં આવા ટ્રેડસ કરનારા રોકાણકારોને નિયમનકાર કે સ્ટોક એક્સચેન્જ હેઠળ રોકાણકારોને કોઇ સુરક્ષા મળશે નહીં. તેઓ એક્સચેન્જની ફરિયાદ નિવારણ પ્રણાલીનો પણ ઉપયોગ કરી શકશે નહીં.

હવે, ગ્રે બજારના પ્રીમિયમ દર્શાવી શકાશે નહીં (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા