ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ-સીએઆઇટીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની ખરીદી ટાળવાની અપીલનો પ્રભાવ આયાતના આંકડા પર જોવા મળી રહ્યો છે. એપ્રિલથી ઓકટોબર 2026 દરમ્યાન ભારતમાં સોનાના આયાત બિલમાં આશરે 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, ઓકટોબરમાં આ ઘટાડો વધુ હતું. ગત વર્ષે 14.72 બિલિયન ડોલરથી ઘટીને ઓકટોબર 2026માં 5.51 બિલિયન ડોલર થઇ ગયો છે. જે વાર્ષિક ધોરણે 62.6 ટકાનો ઘટાડો સુચવે છે. પ્રધાનમંત્રીએ એક કાર્યક્રમમાં બિનજરૂરી સોનાની ખરીદી નહીં કરવાની અપીલનો પ્રભાવ પડી રહ્યો છે, જે ગ્રાહકોમાં વધતી રાષ્ટ્ર પ્રથમની ભાવનાનું ઉદાહરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સોનાની આયાત સતત ઉંચા સ્તરે જ રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં 71.98 અબજ ડોલરનું સોનુ આયાત થયું છે, જ્યારે 2024-25માં આ આંકડો 58.01 અબજ ડોલરનો હતો. જ્યારે 2026-27 નાણાકીય વર્ષમાં કુલ સોનાની આયાત 35થી 40 બિલિયન ડોલર સુધી ઘટી શકે છે. આ દરમ્યાન ઓલ ઇન્ડિયા જવેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશને કહ્યું છે કે, સોનુ ભારતીય સંસ્કૃતિ, લગ્ન પરંપરાઓ, કુટુંબ બચત અને સામાજિક જીવનનો મહત્વપુર્ણ ભાગ છે, પરંતુ દેશની માગનો મોટો ભાગ આયાત થાય છે, જે વિદેશી વિનિમય પર દબાણ મુકે છે. જેથી સોનાની ખરીદીમાં સંયમ રાખવાથી વિદેશી ચલણ ભંડોળમાં મજબૂતાઇ રહેશે અને વેપાર ખાધ નિયંત્રિત કરવામાં મદદ મળશે, જથી દેશની કુલ આર્થિક સ્થિરતા પણ મજબૂત કરશે.
પ્રધાનમંત્રી મોદીની અપીલથી સોનાની આયાત ઘટી (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.