પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા જનકલ્યાણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરવામાં આવી રહેલા કાર્યોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે આચાર્ય દેવવ્રતજીએ રાજ્યપાલ પદની ગરિમા વધારી જાહેર જીવનમાં રાષ્ટ્રહિત અને સમાજહિતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજ્યપાલશ્રી ગામડાઓમાં વંચિત અને દલિત પરિવારો સાથે આત્મીય સંબંધો સ્થાપિત કરીને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને સાકાર કરી રહ્યા છે. સાથે જ તેમના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનું કાર્ય પણ ઉત્સાહજનક રીતે આગળ વધી રહ્યું છે, જે આગામી પેઢીઓ માટે ગુજરાતની ધરતીના સંરક્ષણ અને સમૃદ્ધિનો મજબૂત પાયો બનશે. પ્રધાનમંત્રીના પ્રોત્સાહક શબ્દો બદલ આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન, દૂરંદેશી વિચારધારા અને ‘રાષ્ટ્ર પ્રથમ’નો સંકલ્પ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા તેમજ પ્રકૃતિ સંરક્ષણ માટે સતત પ્રેરણા આપે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રાકૃતિક ખેતી, સામાજિક સમરસતા અને સ્વચ્છતાનું આ જનઆંદોલન ‘વિકસિત ભારત-2047’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
મોદીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કાર્યોને બિરદાવ્યા (ન્યુૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.