ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ફાઇનલ રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 યુથ લીગ ચેમ્પિયનશિપ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરામાં કુલ 31 મેચો રમાઈ હતી. ટુર્નામેન્ટમાં કુલ 73 ટીમો ભાગ લઈ રહી છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ સમાન આંકડો માનવામાં આવે છે. અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીની ચેમ્પિયન ટીમો ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યુથ લીગ માટે ક્વોલિફાય થશે. સિનિયર મેન્સમાં સૂર્યવંશી એફસીએ કર્ણાવટી એફસીને 1-0થી હરાવ્યું, જ્યારે એઆરએ એફસીએ દ્વિવેદી બ્રધર્સને 7-1થી પરાજય આપ્યો. અંડર-13માં બ્લૂ ટાઇગર એફસીએ સૂર્યવંશી એફસીને 9-0થી હરાવ્યું. અંડર-15માં કર્ણાવટી એફસી (17-0) અને એઆરએ એફસી (16-0)એ મોટી જીત નોંધાવી. અંડર-17માં કહાની એફસીએ કાસા એફસી સામે 19-0થી જંગી વિજય મેળવ્યો, જ્યારે એસએજી એફએએ એસજીએફએ રાજકોટને 15-1થી પરાજય આપ્યો. ગુજરાતમાં યુથ ફૂટબોલને નવી દિશા આપતી આ ચેમ્પિયનશિપમાં ક્લબો અને ખેલાડીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની વિવિધ કેટેગરીની લીગમાં 31 મેચ રમાઈ, 73 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા (સ્પોર્ટસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.