અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને સંપુર્ણ સહાયક કંપની પાવરપલ્પ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ.ને 25 વર્ષ સુધી 1750 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પુરી પાડવા બદલ પુરસ્કાર પત્ર પ્રાપ્ત કરી છે. આ ઓર્ડર પશ્ચિમ બંગાળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. દ્વારા 26 વર્ષના સમયગાળા માટે જારી કરવામાં આવ્યો છે. આ એલઓએમાં 750 મેગાવોટનો ગ્રીનશૂ ઓપ્શન પણ સામેલ છે. જેને પાછળથી ઉફયોગ કરી શકે છે. જો આ વિકલ્પ લાગુ કરવામાં આવે તો કુલ કરાર કરેલી ક્ષમતા 2500 મેગાવોટ સુધી વધશે. અદાણી એનર્જીએ જણાવ્યું હતું કે, પીટીએસએલે લગભગ 4.6 ગીગાવોટ સોલાર અને પવન ઉર્જા ક્ષમતા તેમજ લગભગ 3.5 ગીગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સીસ્ટમ ક્ષમતા માટે સોર્સીગ ફ્રન્ટ પર કરાર કર્યા છે. આ ઓર્ડર શનિવારે માર્કેટ કલોઝિંગ દરમ્યાન જાહેર કરવામાં આવ્યો હતો, તેથી રોકાણકારો સોમવારે ટ્રેડિંગ દરમ્યાન અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરો ઉપર નજર રાખશે. જે ગત સપ્તાહમાં 1.25 ટકા વધીને રૂ. 1491.80નો ભાવ રહ્યો હતો.
અદાણીની કંપનીને 25 વર્ષનો મેગા ઓર્ડર મળ્યો (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.