મુખ્ય  /  સમાચાર  /  અમદાવાદમાં મ્યુઝીક કોન્સર્ટનો માહોલ શરૂઃ દિલજિત દોસાંઝ મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજશે

અમદાવાદમાં મ્યુઝીક કોન્સર્ટનો માહોલ શરૂઃ દિલજિત દોસાંઝ મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજશે

એન્ટરટેઇનમેન્ટ19 Nov 2026 · 1:49 PM 25 વ્યૂઝ

અમદાવાદ હવે માત્ર રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર જ નથી રહ્યું, પરંતુ મોટા મ્યુઝિક કોન્સર્ટ માટે પણ મહત્વનું હબ બની રહ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન શહેરમાં અનેક ભવ્ય લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સ યોજાનાર હોવાથી સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લેના સફળ કોન્સર્ટ બાદ અમદાવાદમાં લાઇવ મ્યુઝિક શોની લોકપ્રિયતા વધુ વધી છે. આગામી કાર્યક્રમોની જાહેરાત થતાં જ રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાંથી લોકો અમદાવાદ તરફ આકર્ષાઈ રહ્યા છે. આવતી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ યોજાશે. ત્યારબાદ 22 નવેમ્બરે રાજપથ ક્લબમાં પપોન અને સુવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલના કાર્યક્રમો યોજાનાર છે. ઉપરાંત ડિસેમ્બર સુધી અનેક જાણીતા કલાકારોના લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્સર્ટ સીઝનના કારણે ફ્લાઇટ ટિકિટ અને હોટલ રૂમોના ભાડામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા હોવાથી પ્રવાસન અને હોટેલ ઉદ્યોગને પણ તેનો સીધો લાભ મળવાની શક્યતા છે. શહેરના ટુરિઝમ ક્ષેત્ર માટે આ સમયગાળો મોટી તક તરીકે જોવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં મ્યુઝીક કોન્સર્ટનો માહોલ શરૂઃ દિલજિત દોસાંઝ મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજશે (એન્ટરટેઇનમેન્ટ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા