હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર તેમના શો પર વિવાદમાં ફસાઈ ગયા છે. આખો મામલો જોઇએ તો તાજેતરમાં જ એક મહિલા સ્પર્ધક ભાગ્યશ્રી તારકે એ શોમાં તેના પ્રખ્યાત અને કાલ્પનિક પાત્ર -સલમા દીવાની- તરીકે ભાગ લીધો હતો. શો દરમિયાન, સમય રૈનાએ સ્પર્ધકને પૂછ્યું કે તે કોની સાથે આવી છે. જવાબમાં ભાગ્યશ્રી જણાવ્યુ કે તે કઝીન સાથે આવી છે. પેનલમાં ઉપસ્થિત હુમા કુરેશીએ કયા કઝીન પૂછ્યું જેના પર, સમયે, જવાબ આપ્યો-તે તેનો પતિ હશે. તેની ટિપ્પણીથી પ્રેક્ષકોમાં હાસ્ય ફેલાયું. જોકે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો. યુઝર્સે આરોપ લગાવ્યો કે આવા જોક્સ મુસ્લિમ સમુદાય વિશે ગેરમાન્યતાઓને પ્રોત્સાહન આપે છે. મૌલાના કારી ઈશાક ગોરાએ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2 ના એક એપિસોડમાં કરવામાં આવેલી કઝીન એટલે પતિ? ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. સહારનપુરમાં જમિયત દાવત-ઉલ-મુસ્લિમીનના સંરક્ષક મૌલાના કારી ઇશાક ગોરાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેટલાક હાસ્ય કલાકારોને ખબર નથી હોતી કે તેઓ શું કહી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સમયની ટિપ્પણી મુસ્લિમ સમુદાયમાં પિતરાઇ ભાઇઓ સાથે લગ્ન કરવાની પરંપરા તરફ નિર્દેશ કરે છે. તેમણે કહ્યું મજાક કરવી અને કોઈની મજાક ઉડાવવી તેમાં ફરક છે. સમયે તેના ભૂતકાળના વિવાદોમાંથી પાઠ શીખવો જોઈએ.. નોંધનીય છે કે સમય રૈના અને તેનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. શોની પહેલી સીઝનમાં, રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકના માતાપિતા વિશે વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. જેના કારણે દેશભરમાં વ્યાપક વિરોધ થયો હતો. આ ઘટનાના સંદર્ભમાં સમય રૈના, રણવીર અને અપૂર્વ માખીજા વિરુદ્ધ અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ વિવાદને કારણે શોને અસ્થાયી રૂપે સ્થગિત પણ કરવામાં આવ્યો હતો.
સમય રૈનાની-કઝીન એટલે પતિ-ટિપ્પણી પર વિવાદ (entertainment) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.