મુખ્ય  /  સમાચાર  /  નવેમ્બર અંત સુધીમાં નિફ્ટી ઓલટાઇમ હાઇને પાર કરશે

નવેમ્બર અંત સુધીમાં નિફ્ટી ઓલટાઇમ હાઇને પાર કરશે

બિઝનેસ20 Nov 2026 · 8:07 PM 34 વ્યૂઝ

ભારતીય શેરબજાર નવેમ્બર મહિનામાં નીચલા સ્તરથી રીકવરી ચાલી રહી છે. બેન્ક નિફ્ટીએ વિક્રમી ઉંચાઇ બનાવી છે. કેટલાક સેકટરો છે, જેના ઇન્ડેકસ પણ બાવન વીકની ઉંચાઇ પર હાંસલ કરી શકે છે, શેરબજારમાં સતત તેજીનો દોર ચાલી રહ્યો છે, તેને જોતાં આ મહિનાના અંત સુધીમાં નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ બનાવી શકે છે. ભારતીય બજારોમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. ગઇકાલે એફઆઇઆઇએ ફરીથી રૂ. 7400 કરોડની ખરીદી કરી છે, આજે રૂ. 10000 કરોડથી વધુની ખરીદી કરી છે, જે ચાલુ મહિનામાં આ આંકડો એક લાખ કરોડને પાર નીકળી ગયો છે. આમ, નવેમ્બર મહિનામાં એફઆઇઆઇની રેકોર્ડ ખરીદી રહી છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આ મહિનાના અંત સુધીમાં નવી ઉંચાઇએ પહોંચી શકે છે.

નવેમ્બર અંત સુધીમાં નિફ્ટી ઓલટાઇમ હાઇને પાર કરશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા