મુખ્ય  /  સમાચાર  /  વૈભવ સૂર્યવંશી એ 52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો નવો વિશ્વ વિક્રમ

વૈભવ સૂર્યવંશી એ 52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો નવો વિશ્વ વિક્રમ

Top Stories24 Nov 2026 · 6:09 PM 5 વ્યૂઝ

વૈભવ સૂર્યવંશીએ ભારત-એ તરફથી રમતા માત્ર 52 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરીને લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. વૈભવે કુલ 53 બોલનો સામનો કરીને 204 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી હતી, જેમાં 28 ગગનચુંબી છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પ્રોફેશનલ ક્રિકેટની કોઈ એક મેચમાં આટલા છગ્ગા ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. અંતે યુએઈના કેપ્ટન બાસિલ હમીદે વૈભવને આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ટૂર્નામેન્ટ અંતર્ગત આજે દોહાના યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત-એ (India-A) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં ભારતના 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. વૈભવે 53 બોલમાં 204 રન બનાવ્યા, ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા વૈભવે આ ઇનિંગમાં 28 છગ્ગા ફટકારીને પ્રોફેશનલ ક્રિકેટમાં તન્મય અગ્રવાલનો 26 છગ્ગાનો વિક્રમ તોડ્યો છે.

વૈભવ સૂર્યવંશી એ 52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો નવો વિશ્વ વિક્રમ (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા