નવકાર મહામંત્ર એ એક શાશ્વત સૂત્ર છે. નવકારની વિશેષતા એ છે કે તેમાં વ્યક્તિને નમસ્કાર નથી..અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, ગુણસભર વ્યક્તિઓની જાતિને–સમૂહને નમસ્કાર છે. કહેવાય છે કે, નમસ્કાર મહામંત્ર ચૌદ પૂર્વોનો સાર છે .. આ મંત્ર નહિ મહામંત્ર છે. નવકાર મહા મંત્રના જાપથી મન ને શાંતિ અને સકારાત્મકતા મળે છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, માનસિક તણાવ દૂર થાય છે, જીવન માં સુખ, સમૃદ્ધિ આવે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે કર્મો ના બંધન ઓછા કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે આ મહામંત્રના લેખન પુસ્તિકા વિતરણ નું કરી શરૂ કરાયું છે. નવકાર મહા મંત્ર લેખન પુસ્તક-બુક નો કોઈ ચાર્જ નથી. આ પુસ્તક માટે રિકવેસ્ટ મોકલવા પર ભારતભરમાં ફ્રી કુરિયર કરવામાં આવે છે. જે શ્રાવક શ્રાવિકાઓ પુસ્તિકા મંગાવવા માંગતા હોય તેમણે 98336600209 ફોન નંબર પર હિતેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે.
મનની શાંતિ અને સકારાત્મકતા માટે નવકાર મહા મંત્ર લેખન બુક વિતરણ (ધાર્મિક ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.