હવે, કાર ખરીદવા માટે શોરૂમમાં જવું નહીં પડે, ઇ-કોમર્સ દિગ્ગજ એમેઝોને હવે ઓનલાઇન કાર વેચવાની જાહેરાત કરી દીધઈ છે. એમેઝોન તેની એમેઝોન ઓટો સર્વિસ 2027ની શરૂઆતમાં યુકેમાં લોન્ચ કરશે, આ યુએસ બહાર તેનું પહેલું વિસ્તરણ હશે. હુન્ડાઇ નવી અને યુઝડ ઇલેક્ટ્રીક, હાઇબ્રીડ અને પેટ્રોલ કાર ઓફર કરશે. આ અંગેની જાહેરાત એમેઝોને કરી છે. ગ્રાહકો http://Amazon.co.uk પર કાર બ્રાઉઝ કરી શકશે, અપફ્ન્ટ કિંમત જોઇ શકશે, કાર રિઝર્વ કરી શકશે. પોતાની જુની કારનું ઇન્ડિકેટિવ વેલ્યુએશન મેળવી શકશે અને ફાઇનાન્સ ઓપ્શન પણ જોઇ શકશે, જ્યારે અંતિમ ખરીદી ડીલરશીપ પર જ પુર્ણ થશે, એટલે કે એમેઝોન ડિજિટલ શોરૂપમની ભૂમિકા ભજવશે. એમેઝોન ઓટોસ યુએસમાં ડિસેમ્બર 2024માં લોન્ચ થઇ હતી અને ત્યાં પણ હુન્ડાઇ જ પહેલી પાર્ટનર હતી, હાલ તે યુએસના 48 શહેરોથી વધીને 150થી વધુ શહેરોમાં 35 બ્રાન્ડ સાથે પહંચી ગઇ છે. હન્ડાઇના જણાવ્યા મુજબ યુએસ એમેઝોન દ્વારા પ્રભાવિત ડીલરશીપ વેચાણમાં 78 ટકા ગ્રાહકો હુન્ડાઇ માટે નવા હતા. હવે આ જ મોડેલ યુકેમાં લાવવામાં આવી રહ્યું છે, જે યુરોપના સૌથી મોટા કાર બજારોમાંનું એક છે.
હવે, કાર ખરીદવા શોરૂમમાં જવું નહીં પડે, એમેઝોનમાં ઉપલબ્ધ થશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.