એનએસઇના શેરો 3.5 ટકા વધ્યા, જે આજરોજ સતત બીજા સેશનમાં પણ વધતા જેના લીધે ઉચ્ચત્તમ સ્તર પર પહોંચ્યા હતા. જેના લીધે એનએસઇ હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એકસચેન્જ બની ગયું છે, જર્મનીના ડોઇચે બોર્સે એજી અને લંડન સ્ટોક એકસચેન્જને પાછળ છોડી દીધા છે. એનએસઇના શેરો રૂ. 2317.65 પર ખુલ્યા બાદ 3.5 ટકા વધીને રૂ. 2400ના ઇન્ટ્રડે ઉચ્ચત્તમ સ્તર પર પહોંચ્યા હતા, જેના કારણે એકસચેન્જ ઓપરેટરનું માર્કેટ કેપ રૂ. 6 લાખ કરોડ એટલે કે 64.1 બિલિયન ડોલર નજીક આવ્યું હતું. આ સાથે એનએસઇએ ડોઇચે બોર્સે એજી, જેનું મુલ્ય 63.4 બિલિયન ડોલર અને લંડન સ્ટોક એકસચેન્જનું માર્કેટ કેપ 62.4 બિલિયન ડોલર છે, તેને પાછળ છોડ્યું છે. એનએઇસ હવે સીએમઇ ગ્રુપ, જેનું મુલ્ય 111.6 બિલિયન ડોલર છે, અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એકસચેન્જ જેનું બજાર મુલ્ય 99.4 બિલિયન ડોલર છે, તે પાછળ છે. નવેમ્બરમાં અત્યાર સુધી, એનએસઇના શેરોએ 18 ટ્રેડિંગ સેશનમાંથી 14માં વધારો કર્યો છે. સ્ટોકસે તેના લિસ્ટીંગ પછીના નીચલા રૂ. 1640થી લગભગ 50 ટકા વગાડ્યું છે, જે તેની આઇપીઓ કિંમત રૂ. 1785થી નીચે હતું. ઓકટોબરમાં તે લગભગ 34 ટકા વધ્યો હતો. એચએસબીસીએ શેરબજાર ઓપરેટર પર કવરેજ શરૂ કર્યા પછી એનએસઇના શેરોમાં વધારો થયો. કારણ કે તેની પ્રભુત્વશાળી બજાર સ્થિતિ અને વૃદ્ધિની શક્યતાઓ તેના મુલ્યાંકનમાં મોટાભાગે પ્રતિબિંબિત થઇ રહી છે. આ દરમ્યાન આ સપ્તાહની શરૂઆતમાં આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝે એનએસઇ પર કવરેજ શરૂ કરી છે. જેમાં બાય રેટિંગ આપવામાં આવી છે અને પ્રતિ શેર રૂ. 2650નો લક્ષ્ય ભાવ નક્કી કર્યો છે. જે 20 ટકાનો ભાવ વધારાની સંભાવના સુચવે છે.
એનએસઇ હવે ત્રીજું સૌથી મોટું શેરબજાર બન્યું (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.