મુખ્ય  /  સમાચાર  /  SIR બાદ ગુજરાતમાં ૮ લાખ ૪૬ હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા

SIR બાદ ગુજરાતમાં ૮ લાખ ૪૬ હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા

Top Stories 28 Nov 2026 · 9:55 AM 19 વ્યૂઝ

રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા – SSR અંતર્ગત એકીકૃત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ ૪ કરોડ ૪૮ લાખ ૭૭ હજાર ૨૮૮ મતદારો નોંધાયા છે, જે ૮ લાખ ૪૬ હજાર ૫૬૩ મતદારોનો વધારો દર્શાવે છે નાગરિકો, મુસદ્દા મતદાર યાદીમાં પોતાના નામ અને વિગતો ચકાસી તથા જરૂર જણાય ત્યાં નિયત સમયગાળા દરમિયાન અરજી રજૂ કરી શકે છે હક્ક-દાવા અને વાંધા અરજીઓ ૨૬ ડિસેમ્બર સુધીમાં રજૂ કરી શકાશે. નાગરીકો પાસેથી અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન એટલે કે ૨૯ નવેમ્બર તથા ૬ અને ૧૩ડિસેમ્બર ના રોજ બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદાન મથકો પર ઉપસ્થિત રહેશે. મુખ્ય ચુંટણી અધિકારી, દ્વારા રાજ્યના તમામ લાયકાત ધરાવતા નાગરિકો ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારો, ત્રીજી જાતિ નાગરિકો, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ સમાજના અન્ય વંચિત વર્ગોને આ સુધારણા ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મતદારો ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ તા.૧૮.૦૧.૨૦૨૭ ના રોજ કરવામાં આવશે.

SIR બાદ ગુજરાતમાં ૮ લાખ ૪૬ હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા (Top Stories ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા