મુખ્ય  /  બિઝનેસ  /  જીએસટી રિટર્નની નવી બ્લુ પ્રિન્ટ આવશે

જીએસટી રિટર્નની નવી બ્લુ પ્રિન્ટ આવશે

ભારત સરકાર દેશની અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને વધુ પારદર્શક, સુલભ અને કરદાતાઓને અનુકુળ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઇ રહી છે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ બોર્ડના કમિશ્નર ગૌરવસિંહે કહ્યું છે કે, નાણા મંત્રાલય 1લી નવેમ્બરથી માસિક જીએસટી રિટર્ન ફોર્મમાં સુચિત સુધારા પર વ્યવસાયો અને ઉદ્યોગો પાસેથી સુચનો મંગાવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ જવાબદારીઓ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં મિસમેચ ઓછી કરવાનો અને કરદાતાઓને બિનજરૂરી ટેક્સ નોટિસથી રાહત આપવાનો છે. સીબીઆઈસીના વરિષ્ઠ અધિકારી ગૌરવ સિંહના જણાવ્યા અનુસાર, સુધારેલું જીએસટી રિટર્ન ફોર્મ 1 નવેમ્બરના રોજ સરકારના MyGov પોર્ટલ પર જાહેર પરામર્શ માટે અપલોડ કરવામાં આવશે. દેશભરના ઉદ્યોગકારો, ઉદ્યોગ સંગઠનો અને ટેક્સ પ્રોફેશનલ્સ 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી આ અંગે તેમના સૂચનો અને ટિપ્પણીઓ નોંધાવી શકશે. આ સાથે 8 ઓકટોબરે યોજાયેલી જીએસટી કાઉન્સીલની 57મી બેઠકમાં લીધા મહત્વના નિર્ણયોને લગતા નોટિફિકેશન અને પરિપત્રોની ચકાસણી કાયદા વિભાગ દ્વારા પુર્ણ થઇ ગઇ છે અને શુકવારે તેને સાર્વજનિક ડોમેનમાં મુકવામાં આવશે. કેન્દરીય નાણા મંત્રી અ રાજ્યોના નાણામંત્રીઓની બનેલી જીએસટી કાઉન્સીલની 57મી બેઠક જીએસટી રિટર્નમાં જવાબદારીઓ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં સુધારા માટે વૈકલ્પિક વ્યવસ્થાને મંજુરી આપવામાં આવી હતી. આ સિસ્ટમનો મુક્ય ઉદ્દેશ રિટર્ન ફાઇલ કરતી વખતે વિગતોમાં અસમાનતા ઘટાડવાનો અને ટેક્સ ઓથોરિટીઝ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અને નોટિસની સંખ્યામાં ધરખમ ઘટાડો કરવાનો ચે. ગૌરવસિંહે સ્પષ્ટતા કરી હતી કે, એકવાર આઇટીસી શ્રેણીની અખંડિતતા અને અખંડિતતાને લગતા મુદ્દાઓ ઉકેલવામાં આવશે, તે જીએસટી સાશનમાં વધુ માળખાકીય સુધાને વેગ આપશે.

જીએસટી રિટર્નની નવી બ્લુ પ્રિન્ટ આવશે (જીએસટી) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← બિઝનેસ પર પાછા