સ્ટારલિંકના લાયસન્સના મુદ્દે વિવાદ ચગ્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે ફરી એકવાર મુકેશ અંબાણી પર નિશાન સાંધ્યું છે, જેનાથી વિવાદ વધુ ચગ્યો છે. મસ્કે એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, પ્રિય પ્રધાનમંત્રી અંબાણી, કૃપા કરીને મારી માફી સ્વીકારો. મને ખ્યાલ નહોતો કે તમે ભારતના અસલી બોસ છો. સ્વાભાવિક રીતે, તમે વર્ચસ્વ સાથે ભારતના મહાન લોકોનું શોષણ કરવાનું ચાલુ રાખવા માગે છો, પરંતુ શું તમે હજુય પણ સ્પર્ધા કરવાની મંજુરી આપવાનું વિચારશો. મસ્કે વધુમાં કહ્યું હતું કે, ભારતના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ એકસેસનો અભાવ છે, જેના કારણે બાળકો અભ્યાસથી વંચિત રહે છે અને નાના વ્યવસાયો વૈશ્વિક બજારમાં તેમનો માલ વેચવાની તકથી વંચિત રહે છે. આ સંદર્ભમાં કેન્દ્રીય સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, ભારત કોઇપણ ક્ષેત્રમાં એકાધિકારને મંજુરી આપતું નથી સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ માટે જિયો, વનવેબ અને સ્ટારલિંકને લાયસન્સ આપવામાં આવ્યું છે, જ્યારે એમેઝોન પણ લાયસન્સ મેળવવાની તૈયારીમાં છે. ઇલોન મસ્કે આરોપ લગાવ્યો હતો કે વ્યવસાયિક હિતોને કારણે સ્ટારલિંકનું લાયસન્સ રોકવામાં આવી રહ્યું છે. આ આરોપોને ફગાવતા સરકારે કહ્યું કે, તમા
મસ્કની પોસ્ટઃ પ્રિય પ્રધાનમંત્રી અંબાણી, તમે જ ભારતના અસલી બોસ છો (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.