અમેરિકાના શેરબજારમાં એઆઇ કંપનીઓના શેરોમાં તીવ્ર વેચાણથી વિશ્વની મુખ્ય ટેક કંપનીઓની રેન્કીંગ સંપુર્ણપણે બદલાઇ ગઇ છે. વિશાળ ચિપ નિર્માતા એનવીડિયાને ભારે ઝટકો લાગ્યો છે અને હવે તે વિશ્વની ત્રણ સૌથી મુલ્યવાન કંપનીઓમાં પણ સ્થાન ધરાવતી નથી. માર્કેટ કેપની દ્રષ્ટિએ તે હવે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં ત્રીજા સ્થાનથી ચોથા સ્થાને ખસી ગયું છે. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે તેને પાર કરી દીધું છે. 5.08 ટ્રલિયન ડોલરનું માર્કેટ કેપ સાથે એપલ સૌથી મટો આઇફોન ઉત્પાદક છે, જ્યારે માઇક્રોસોફ્ટ બીજા સ્થાને છે અને 3.72 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ ધરાવે છે. આળ્ફાબેટનું માર્કેટ કેપ 3.44 ટ્રિલિયન અને એનવિડીયાનું 3.4 ટ્રિલિયન ડોલર છે. ગત શનિવારે એનવિડીયાના શેર લગભગ 14 ટકા ઘટીને 125.53 ડોલર પર બંધ થયા હતા. આ સાથે એનવિડીયાના શેરો સતત સાતમા સપ્તાહે ઘટયા, જે 2008 પછીનો સૌથી લાંબો અઠવાડિયો છે. આ ઘટાડા પહેલા 2026ના મોટા ભાગ માટે એનવિડીયા વિશ્વભરમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની હતી. જોકે, એનવિડીયાના શેર એવા સમયે ઘટયા હતા જ્યારે તેમના પરિણામો શાનદાર રહ્યા છે. આ નાણાકીય વર્ષ 2027ના ત્રીજા કવાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. જેમાં કંનપીએ આશરે 11580 કરોડ ડોલરની રેકોર્ડ આવક નંધાવી છે, જે વર્ષ દર વર્ષ 103 ટકા વધુ છે. કંપનીની ડેટા સેન્ટર બિઝનેસ આવક પણ આ સમયગાળામાં 110 ટકા વધીને લગભગ 10760 કરોડ સુધી પહોંચી. હવે એનવિડીયા અંદાજ છે કે ચોથા કવાર્ટરમાં તે આશરે 13000 કરોડ ડોલરની આવક હાંસલ કરી શકે છે. એનવિડીયાનું નાણાકીય વર્ષ જાન્યુઆરીના છેલ્લા રવિવારે સમ્પાત થાય છે. રોકાણકારો એઆઇ પર ભારે ખર્ચ અને ટેક કંપનીઓના ઉંચા મુલ્યાંકન વિશે ચિંતિંત છે, ત્યારે એનવિડીયાના સહસ્થાપક અને સીઇઓ જેન્સન હુઆંગના રાજીનામાની અસર પડી છે. કંપનીનું મુલ્યાંકન 5.7 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું અને હવે તે 3.4 ટ્રિલિયન પર પહોંચી ગયું છે. આલ્ફાબેટને એઆઇ અને કલાઉડ કમ્પ્યુટીંગમાં વ્યાપક સપોર્ટ મળ્યો છે. ગુગલની પેરેન્ટ કંપનીએ ત્રીજા કવાર્ટરમાં 127.6 બિલિયન ડોલરની આવક નોંધાવી, જે વર્ષ દર વર્ષ 25 ટકાનો વધારો છે. આ દરમ્યાન ગુગલ કલાઉડની આવક ઉછળી થઇ અને 30.7 બિલિયન ડોલર સુધી પહોંચી ગઇ હતી.
વિશ્વની ટોચની એનવિડીયા હવે ચોથા સ્થાને સરકી ગઇ (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.