મુખ્ય  /  બિઝનેસ  /  ડાબર ઇન્ડિયાના જુઠ્ઠાણાંને FASSAIએ ખોલી નાંખ્યું

ડાબર ઇન્ડિયાના જુઠ્ઠાણાંને FASSAIએ ખોલી નાંખ્યું

બિઝનેસ

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયા લિ. સામે કડક કાર્યવાહી કરી છે. FASSAIએ 100 ટકા કુદરતી ઓર્ગેનિક ઉત્પાદનના દાવાઓને ગેરમાર્ગે દોરવા બદલ ડાબરના ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો છે. FASSAIએ ડાબર ઇન્ડિયાના અનેક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. નિયમનકારે જણાવ્યં છે કે, કંપની તેના ઘણા ઉત્પાદનો પર 100 ટકા કુદરતી, 100 ટકા શુદ્ધ અને 100 ટકા ઓર્ગેનિક જેવા દાવા કરી રહી હતી, જે નિયમો સાથે અસંગત હોવાનું જાણવા મળ્યું હતું. FASSAIએ કંપનીને આવા તમામ ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો અને 15 દિવસની અંદર લેવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. FASSAIએ કંપનીને તેના ઘણા ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. નિયમનકારે જણાવ્યું છે કે, કંપની તેના ઉત્પાદનો પર એવા દાવા કરી રહી હતી, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને હાલના નિયમો સાથે અસંગત છે. ડાબર તેની વેબસાઇટ અને કેટલાક ઉત્પાદનો જે દાવા કરી રહ્યું છે તેને નિયમનકારોએ દાવાઓને અસ્પષ્ટ કહ્યા છે. કંપનીઓએ 100 ટકા શુદ્ધતાના દાવાએ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. FASSAIએ ડાબર ઇન્ડિયાને 15 દિવસની અંદર રિપોર્ટ કરવા નિર્દેશ આપ્યો છે, જેનો રિપોર્ટ સબમીટ કરવાનો રહેશે.

ડાબર ઇન્ડિયાના જુઠ્ઠાણાંને FASSAIએ ખોલી નાંખ્યું (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← બિઝનેસ પર પાછા