મુખ્ય  /  બિઝનેસ  /  એરપોર્ટ બિઝનેસમાં અદાણી વૈશ્વિક રોકાણકારો પાસેથી એક અબજ ડોલર ઉભા કરશે

એરપોર્ટ બિઝનેસમાં અદાણી વૈશ્વિક રોકાણકારો પાસેથી એક અબજ ડોલર ઉભા કરશે

બિઝનેસ

અદાણી ગ્રુપની એરપોર્ટ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.એ વૈશ્વિક અને સ્થાનિક દિગ્ગજ રોકાણકારોના કન્સોર્ટિયમ પાસેથી આશરે રૂ. 9925 કરોડ એટલે કે એક અબજ ડોલરની પ્રાયમરી ઇક્વિટી મુડી ઉભી કરવાનો કરાર કર્યો છે. આ રોકાણથી એએએચએલનું પ્રી મની ઇક્વિટી વેલ્યુએશન આશરે 18 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. આ રોકાણકારોમાં આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક સંચાલિત ફંડસ સામેલ છે. ત્રણ તબક્કામાં થનારા આ રોકાણની તમામ પ્રક્રિયા પુર્ણ થયા બાદ રોકાણકારોનો એએએચએલમાં સંયુક્ત હિસ્સો આશરે 5.54 ટકા રહેશે. અંતિમ તબક્કો જુલાઇ 2027 સુધીમાં પુર્ણ થવાની અપેક્ષા છે. એએએચએલના જણાવ્યા અનુસાર, ઉભી કરાયેલી મુડીનો ઉપયોગ દેશના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કરવામાં આવશે. કંપનીનો હેતુ તેના એરપોર્ટ નેટવર્કની ક્ષમતા વધારીને વાર્ષિક આશરે 20 કરોડ મુસાફરોને સેવા પુરી પાડે છે. કંપની પ્રથમ તબક્કામાં આશરે 22 મિલિયન ચોરસ ફુટનું મિશ્ર ઉપયોગવાળું ડેવલપમેન્ટ ઉભું કરવાની યોજના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી એન્ટરના સફળ રૂ. 15000 કરોડના ક્યુઆઇપી બાદ અદાણી એરપોર્ટનું આ રોકાણ મહત્વનું માનવામાં આવી હ્યું છે. જુલાઇ 2026માં થયેલું આ ક્યુઆઇપી કોઇ નાણાકીય સિવાયની ભારતીય કંપની દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું ક્યુઆઇપી હતું. એએએએચએલના નોન એક્ઝીક્યુટિવ ડિરેકટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર દેશના જીડીપી વિકાસ માટે મહત્વનું ગુણક બની રહ્યું છે. એર કનેક્ટિવિટીના વિસ્તરણથી વેપાર, પ્રવાસન, રોજગાર અને પ્રાદેશિક વિકાસને વેગ મળે છે.

એરપોર્ટ બિઝનેસમાં અદાણી વૈશ્વિક રોકાણકારો પાસેથી એક અબજ ડોલર ઉભા કરશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← બિઝનેસ પર પાછા