ઉત્તરાયણનો પર્વ આનંદનો તહેવાર છે, પરંતુ વાહનચાલકો માટે પતંગની ઘાતક દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીનેશહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો ગળામાં દોરી આવવાને કારણે ગંભીર રીતેઘવાતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદના મનોજ ભાવસારછેલ્લા 19 વર્ષથી એક અનોખીસેવાકીય ઝુંબેશ ચલાવી રહ્યા છે.મનોજ ભાવસાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ શહેરના તમામ મહત્વનાઓવરબ્રિજ પર લોખંડના પાતળા તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પાછળનોમુખ્ય ઉદ્દેશ્ય બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પતંગની દોરીથી બચાવવાનો છે.જ્યારે પતંગ કપાઈને બ્રિજ પર આવે છે, ત્યારે આ ઊંચાઈ પર બાંધેલા તાર દોરીને રોકી લે છે, જેથી તે સીધીવાહનચાલકના ગળા સુધી પહોંચી શકતી નથી.આ ભગીરથ કાર્યમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પણ મદદ લે છે. તેઓ આસુરક્ષા તાર બાંધવાનો તમામ ખર્ચ પોતાની બચત અને મિત્રોના સહયોગથી જાતે જ ભોગવે છે.તેઓ દર વર્ષે ઉત્તરાયણ અગાઉ ૨૬ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમિયાન અમદાવાદના અલગ-અલગવિસ્તારોના અકસ્માત સંભવિત અંદાજે ૩૩ જેટલાઓવરબ્રિજ પર લોખંડનાજીણા તાર બાંધીને એક સુરક્ષા દિવાલ (સેફ્ટી બેરિયર) તૈયાર કરે છે. અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેમને ઊંચાઈ પર કામ કરવા માટે હાઇડ્રોલિક વ્હીકલ(ગાડી) પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ૧૯ વર્ષની તેમની આ સતત મહેનતનું પરિણામ એ આવ્યું છે કે, જે બ્રિજો પર તારબાંધવામાં આવે છે ત્યાં દોરી વાગવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.અનેક વાહનચાલકો અજાણતા જ આ સુરક્ષા કવચને કારણે મોતના મુખમાંથી બચી જાય છે.
ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ વાર્તાઓ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.