ડાકોરના રણછોડરાય મંદિરમાં 125 - મણ અન્નકૂટ લૂંટવાની ચાલી આવતી વર્ષો જૂની પરંપરા અંતર્ગત ભક્તોએ અન્નકૂટ લૂંટવાનો લાહવો લીધો હતો. ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરમાં દર વર્ષે દિવાળી પર્વમાં અન્નકૂટ લૂંટવાની સદીઓ જૂની પરંપરા ઉલ્લાસભેર ઉજવાય છે. જેમાં ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીકરૂપે શ્રીજી સમક્ષ ધરાવાયેલો પ્રસાદ લૂંટવામાં આવે છે, ડાકોર ટેમ્પલ કમિટી તથા સેવક આગેવાનો દ્વારા આસપાસના 125 ગામોના દરબારોને અન્નકૂટ લૂંટવા માટે વિશેષ પત્ર લખીને આમંત્રણ પાઠવવાની પરંપરા છે. કાળિયા ઠાકોરની મહાઆરતી સંપન્ન થયા બાદ, નિમંત્રિત દરબારો ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી, ઉઘાડા શરીરે મંદિરમાં પ્રવેશ કરીને અન્નકૂટ લૂંટવાનો ધાર્મિક લહાવો લે છે. ભક્તોમાં એવી માન્યતા છે કે આ લૂંટાયેલી પ્રસાદીને ખેતરમાં છાંટવાથી કે રાખવાથી આખું વર્ષ પાક વિપુલ પ્રમાણમાં થાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. આ પ્રસાદ ગ્રહણ કરવાથી રોગ-દોષમાંથી મુક્તિ મળે છે.
ડાકોર રણછોડરાય મંદિરમાં દિવાળી પર્વમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા (અનોખી પરંપરા ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.