મુખ્ય  /  સમાચાર  /  રૂપિયામાં જબરદસ્ત ઉછાળો, 94ની નીચે

રૂપિયામાં જબરદસ્ત ઉછાળો, 94ની નીચે

બિઝનેસ6 Nov 2026 · 12:28 PM 59 વ્યૂઝ

છેલ્લા એક સપ્તાહથી રૂપિયામાં ધીમો સુધારો રહ્યો છે, જે ગઇકાલે રૂપિયો 94.50ની નીચે સરકી ગયો હતો, પરંતુ આજે 94ની નીચે ઉતરી ગયો છે. જે રૂપિયામાં સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોકે, આજે રૂપિયાની શરૂઆત નબળી રહી હતી, જે 94.50ની ઉપર ખુલ્યો હતો, પરંતુ ધીમે ધીમે રૂપિયો સુધરતો જવા મળ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર ક્રુડ ઓઇલના ભાવોમાં રાતોરાત વધારા અને ડોલરની રીકવરીએ રૂપિયા પર દબાણ ઉભું કર્યુ હતું. પરંતુ અમેરિકાની મધ્યસત્ર ચુંટણીના પરિણામો બાદ સ્થિતિ બદલાઇ છે અને ક્રુડ ઓઇલના ભાવ નીચે ઉતરી ગયા છે, તેની સાથે એફઆઇઆઇનું જોરદાર પુનરાગમન થયું હોવાથી રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી રહી છે.

રૂપિયામાં જબરદસ્ત ઉછાળો, 94ની નીચે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા