મુખ્ય  /  સમાચાર  /  યુનેસ્કોની 'મેમરી ઓફ ધ વર્લ્ડ' યાદીમાં ભારતની વધુ ત્રણ કૃતિઓનો સમાવેશ

યુનેસ્કોની 'મેમરી ઓફ ધ વર્લ્ડ' યાદીમાં ભારતની વધુ ત્રણ કૃતિઓનો સમાવેશ

6 Nov 2026 · 8:54 AM 41 વ્યૂઝ

ભારતના સાહિત્યિક અને બૌદ્ધિક વારસાના ત્રણ મુખ્ય કૃતિઓ - કાલ્હાણની રાજતરંગિણી, મહાભારત અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર - હવે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.આ નિર્ણય ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી 11મી બેઠકમાં લેવામાં આવ્યો. આ ત્રણ પુસ્તકોના સમાવેશ સાથે, ભારત પાસે હવે આ યાદીમાં હવે કુલ છ કૃતિઓ છે. રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કરે છે, અને મહાભારત ધર્મ, ફરજ અને માનવ મૂલ્યોની ચર્ચા કરે છે તો અર્થશાસ્ત્રમાં શાસન, રાજદ્વારી અને રાજ્ય વ્યવસ્થાપનની વાત કરાઇ છે. આ માન્યતા ભારતની સભ્યતાની સાતત્યતા, તેની સમૃદ્ધ જ્ઞાન પરંપરાઓ અને વિશ્વમાં તેના યોગદાન માટે ગર્વની વાત છે.

યુનેસ્કોની 'મેમરી ઓફ ધ વર્લ્ડ' યાદીમાં ભારતની વધુ ત્રણ કૃતિઓનો સમાવેશ ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા