21મી નવેમ્બરે મોદી સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઇ પણ ધમકી મળી છે. એટલું જ નહીં, ધમકીભર્યા મેઇલમાં ઉલ્લેખ કરાયો છે કે બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આ ઇમેલ કરવામાં આવ્યો. જેમાં કોઇપણ પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે. આ ઉપરાંત, છેલ્લા 11 મહિનામાં 8મી વખત અમદાવાની સ્કુલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેમાં તમામ સ્કુલોમાંથી બાળકોને છોડી મુકવામાં આવ્યા છે, જે સ્થળો પર ડોગ સ્કવોર્ડ પહોંચી ગઇ છે. આ ઇમેઇલમાં ચેતવણી આપવાની સાથે 21મી નવેમ્બરના રોજ દલજીત શોમાં ન જતાં ગુજરાતીઓ પોતાના બાળકોને બચાવો. લોહીનો બદલો લોહી. અમદાવાદ બોલશે, ખાલિસ્તાન ઝિંદાબાદ.
મોટેરા સ્ટેડિયમમાં દિલજીતના કોન્સર્ટમાં બોમ્બથી હુમલો કરવાની ધમકી (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.