મુખ્ય  /  સમાચાર  /  આ તો શરૂઆત છે, હજુય ત્રણ વખત રેપો રેટનો ડોઝ આવી શકે

આ તો શરૂઆત છે, હજુય ત્રણ વખત રેપો રેટનો ડોઝ આવી શકે

બિઝનેસ10 Oct 2026 · 3:42 PM 120 વ્યૂઝ

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો અને આગામી બેઠકમાં વધુ એક ફેડ રેટમાં વધારો થવાની સંભાવનાની પાછળ ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારો કરશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું, અને તે અનુમાન સાચું ઠર્યુ છે. કેમ કે છેલ્લા કેટલાક સમયથી દેશનો આર્થિક વૃદ્ધિદર ઉંચો રહ્યો છે, પણ તેની સાથે મોંઘવારી પણ વધતી જોવા મળી હતી, જેને ચિંતા વધારી હતી અને રિઝર્વ બેન્ક માટે વ્યાજ દર વધારો કરવો એ ફરજિયાત બની ગયો હતો. ભારતમાં પણ ઉંચી મોંઘવારી રહેશે તો ડિસેમ્બરની બેઠકમાં વધુ એક વ્યાજ દરમાં વધારાનો ઝટકો વાગી શકે છે. આ દરમ્યાન મીડલ ઇસ્ટના તણાવના પગલે ક્રુડ ઓઇલના ઉંચા ભાવ ભારતના આયાતી બિલને વધારતું રહેશે અને તેની મોંઘવારી વધારશે, જેના પરિણામે વ્યાજ દર વધારવો પડી શકે છે. મોંઘવારી વધવાના કારણોમાં ક્રુડ ઓઇલના ઉંચા ભાવ જ નથી, પણ અલ નીનોની અસર મુખ્ય કારણ બની જશે. જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે. જેની અસર લાંબી રહેશે. આરબીઆઇ જૂન સુધીમાં વધુ ત્રણ વખત વ્યાજ દરમાં વધારો કરશે તેવી સંભાવના છે. જોકે, ભારત લગભગ 7 ટકાના આર્થિક વિકાસ દરને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. અલ નીનોને 2027 માટે ખતરો ગણાવતા, અલ નીનો, જેને ઘણા નાણાકીય બજારના સહભાગીઓએ હજી સુધી સંપૂર્ણ રીતે ધ્યાનમાં લીધું નથી, તે 2023ની તુલનામાં 2027 માટે ઘણું મોટું જોખમ છે. અલ નીનોના સંદર્ભમાં ગોલ્ડમેન સાક્સના નિષ્ણાત સેનગુપ્તાએ જણાવ્યું કે ખરીફ પાક પર અલ નીનોની અસર ખૂબ ઓછી થશે. તે જ સમયે, તેમનું માનવું છે કે વર્તમાન ઇન્વેન્ટરી સ્તર નજીકના ભવિષ્યમાં ફુગાવાના દબાણને કાબૂમાં લેવામાં મદદ કરશે. આમ, અલ નીનો એક જોખમ છે જેની અસર પછીથી વધુ દેખાશે. જળાશયોમાં પાણીનું સ્તર ઓછું થવાથી રવિ પાકને નુકસાન થઇ શકે છે. તદુપરાંત, 2027 સુધીમાં નીચા સ્ટોકનું સ્તર ફુગાવામાં વધુ વધારો કરી શકે છે. 2027માં અલ નીનોને કારણે આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને ફુગાવો વધી શકે છે. બીજી તરફ, મીડલ ઇસ્ટના તણાવમાં કોઇ પ્રકારનું સમાધાન દેખાઇ રહ્યું નથી, ત્યારે ક્રુડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જો ક્રુડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નીચે રહેશે તો ભારતને આર્થિક નુકશાન એક મર્યાદિત રહેશે, તેને સંભાળી શકાશે, પણ જો 100 ડોલરની ઉપર ક્રુડ ઓઇલના ભાવ રહેશે તો ભારતની આર્થિક વૃદ્ધિ અને તેની સાથે ફુગાવો મોટો અવરોધ બની રહેશે. ઘણી બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે ક્રુડ ઓઇલના ભાવ ડિસેમ્બર સુધી ઊંચા સ્તરે રહી શકે છે. આનું કારણ એ છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો હુમલાથી ડરે છે. મેક્સિકોના અખાતમાં ઉત્પાદનમાં અવરોધ આવી રહ્યો છે. જેના કારણે સપ્લાય પર અસર પડી રહી છે. રેપો રેટમાં વધારા અંગે ગોલ્ડમેન સાક્સના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આરબીઆઇ જુન મહિના સુધી હજુય ત્રણ વખત વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આમ, આવનારા જુન મહિના સુધીમાં એક ટકા સુધી વ્યાજદર વધી શકે છે. આ વર્ષે કમાણી વૃદ્ધિ મધ્યમ કક્ષાની રહેશે. વિદેશી રોકાણનો પ્રવાહ નબળો રહ્યો છે. વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં ખેંચી રહ્યા છે અને યુએસ, ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોમાં એઆઇ સંબંધિત તકો શોધી રહ્યા છે. વિશ્વ એઆઇ તરફ આગળ વધી રહ્યું છે. આ ક્ષણે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે મુખ્યત્વે બાહ્ય છે.

આ તો શરૂઆત છે, હજુય ત્રણ વખત રેપો રેટનો ડોઝ આવી શકે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા