એક ફાઇનાન્સ કંપની છે, જે લોન આપવાનું કામ કરતી હતી, પણ કંપનીને પોતાના બિઝનેસને જાળવવા માટે અન્ય કંપનીઓ પાસેથી લોન લેવી પડી હતી, જેનો હપ્તો ચુકવવામાં હાલમાં પોતે જ નિષ્ફળ ગઇ છે અને કંપની દેવાના જાળમાં ફસાઇ ગઇ છે. જેના પરિણામે સ્ટાર હાઉસીંગ ફાઇનાન્સના સીઇઓ કલ્પેશ દવેએ રાજીનામું આપી દીધું છે. દેવામાં ડુબેલા સ્ટાર હાઉસીંગ ફાઇનાન્સ એકસચેન્જ ફાઇલીંગમાં જણાવ્યું હતું કે, તેના એક્ઝિક્યુટિવ ડિરેકટર અને સીઇઓ કલ્પેશ દવેનો કાર્યકાળ પુર્ણ થઇ ગયો છે. જેના લીધે કંપનીના શેરની હાલત ખરાબ છે. શેરની કિંમત રૂ.10થી ઓછી રૂ. 7ની નીચે બોલાઇ ગયો છે. પીટીઆઇના અહેવાલ અનુસાર સ્ટાર હાઉસીંગ ફાઇનાન્સે બે નાણાકીય સંસ્થા હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સ અને એલઆઇસી હાઉસીંગ ફાઇનાન્સને 7 એપ્રિલે ટર્મલોનના હપ્તાની ચુકવણીમાં ડિફોલ્ટ વિશે જાણ કરી હતી. મુંબઇ સ્થિત કંપની બેસિનવિક્ટસ પ્રાઇવેટ લિમિટેડે લોનના હપ્તાની ચુકવણી ચૂકી ગયા બાદ મે મહિનામાં સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો હતો. તેમણે 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું હતું. સ્ટાર એચએફએલે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બેસિનવિક્ટસ પ્રાઇવેટ લિમિટેડ આ રોકાણ દ્વારા બહુમતી હિસ્સો હસ્તગત કરવા માંગે છે. ઉપરાંત, તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી, તે ગૌણ ખરીદી દ્વારા પ્રમોટર્સ અને સૌથી મોટા રોકાણકાર એઆરકેફિન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એડવાઇઝર્સ લિમિટેડનો હિસ્સો ખરીદવા માંગે છે. સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, 2005માં સ્થાપના થઇ હતી, એટલે કે કંપની 21 વર્ષ જૂની છે. એક અહેવાલ અનુસાર, સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પર કુલ 410 કરોડ રૂપિયાનું નાણાકીય દેવું છે, જેમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની દેવાની જવાબદારીઓનો સમાવેશ થાય છે.
લોન આપનારી કંપની જ દેવામાં ડૂબી ગઇ (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.