ગઇકાલે લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને અમદાવાદ મહાનગરપાલિકે સેવામાંથી ટર્મિનેટ કરતો હુકમ બજાવ્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા અમિત ડોંગરેને કસ્ટડીમાં જ ટર્મિનેટ કરતો હુકમ બજાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વતી લાંચ સ્વીકરનાર વચેટિયો ભાવસિંહ ઝાલા વિરૂદ્ધ એસીબી દ્વારા કાર્વાહી કરાઇ હતી અને ફાયર સેફ્ટીની એનઓસી મંજુર કરવાના બદલામાં રૂ. 36 હજારની લાંચ લેતા વચેટિયાને એસીબીએ વિજય ચાર રસ્તા પર રંગે હાથે ઝડપાયા હતા. ફરિયાદીએ વડોદરા એસીબીને ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવીને વચેટિયાને પકડી પાડ્યો હતો. બાદમાં આરોપી ભાવસિંહે ચીફ ફાયર ઓફિસર અમીત ડોંગરે સાથે ફોન પર વાત કરાવતા તેમણે પણ આ લાંચની રકમ અંગે પોતાની સંમતિ આપી હોવાનું બહાર આવ્યું હતું. જેથી બંનેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જેના પગલે અમદાવાદ મહાનગર પાલિકાએ અમીત ડોંગરેને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવાનો હુકમ કર્યો છે.
લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસરને ટર્મિનેટ કરાયા (સ્થાનિક) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.