સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM) દ્વારા નવસારીના સુપા ગામ ખાતે રૂ. 450 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ‘દૃષ્ટિધામ’નું નિર્માણ કરવામાં આવશે. આંખના રોગોથી પીડાતા એક કરોડ દર્દીઓને અંધત્વમુક્ત કરવા અને દૃષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. આશરે 16 વીઘા જમીનમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલમાં 200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને અનેક ઓપીડીની સુવિધાઓ ઉપલબ્ધ હશે. હોસ્પિટલમાં મોતિયો, ગ્લુકોમા, રેટિના સંબંધિત રોગો અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સહિત આંખના વિવિધ રોગોની સારવાર કરવામાં આવશે. હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે 1.20 લાખ ઓપરેશન કરવાની ક્ષમતા ઊભી કરવામાં આવશે.
SVNM ટ્રસ્ટનો એક કરોડ દર્દીઓને અંધત્વમુક્ત કરવાનો સંકલ્પ (ન્યૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.