મુખ્ય  /  સમાચાર  /  અમદાવાદમાં નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ ફરજિયાત,સોલાર નહીં તો બીયુ પરમિશન નહીં: AMC

અમદાવાદમાં નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ ફરજિયાત,સોલાર નહીં તો બીયુ પરમિશન નહીં: AMC

Top Stories7 Nov 2026 · 12:29 PM 39 વ્યૂઝ

અમદાવાદમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને વીજળીની બચત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં બનતી નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમનો અમલ નહીં કરનાર ઇમારતોને બાંધકામ પૂર્ણ થયા બાદ ઉપયોગની મંજૂરી આપવામાં આવશે નહીં. મનપાએ કડક નિર્ણય લેતા જણાવ્યુ છે કે નવી ઇમારતમાં સોલાર પેનલની વ્યવસ્થા નહીં હોય તો બિલ્ડિંગ યુઝ એટલે કે મકાનના ઉપયોગની મંજૂરી અટકાવવામાં આવશે. આથી નવી સરકારી ઇમારતો અને ધાર્મિક સ્થળોનું બાંધકામ કરાવતી સંસ્થાઓએ શરૂઆતથી જ સોલાર પેનલ લગાવવાનું આયોજન કરવું પડશે. આ નિર્ણયથી શહેરમાં સૂર્ય ઊર્જાના ઉપયોગને વેગ મળશે અને પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે.અમદાવાદમાં ધાર્મિક સ્થળોને પણ સૂર્ય ઊર્જા સાથે જોડવા માટે મનપા દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરની આશરે ૨૦૦ ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અંદાજે ૧૪૫ ધાર્મિક સંસ્થાઓમાં પણ આગામી સમયમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે.સોલાર પેનલ લગાવવાથી ધાર્મિક સંસ્થાઓ અને સરકારી ઇમારતોમાં વીજળીના ખર્ચમાં ઘટાડો થઈ શકશે. સાથે જ સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

અમદાવાદમાં નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ ફરજિયાત,સોલાર નહીં તો બીયુ પરમિશન નહીં: AMC (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા