અમેરિકા 1લી ઓકટોબરથી ત્રણ વધારાની વિઝા કેટેગરી માટે ફરજિયાત સોશ્યલ મીડિયા સ્ક્રીનીંગને આવરી લેશે. નવા સ્ક્રીનીંગમાં આઇ, ટીએન અને ટીડી વિઝા-અરજદારોનો સમાવેશ છે. વિદેશી મીડિયા પ્રતિનિધિઓ માટે આઇ વિઝા હેઠળ અરજદારો, યુએસ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ પ્રોફેશનલો માટે ટીએન વિઝા અને તેમના આશ્રિતો માટે ટીડી વિઝા માટે ચકાસણીના ભાગરૂપે તેમના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સને ઉપલબ્ધ કરાવવાની જરૂર પડશે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને આ વિઝા-અરજદારોના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ અને પોસ્ટની ઓનલાઇન સમીક્ષા કરવામાં આવશે. આઇ વિઝાનો ઉપયોગ વિદેશી મીડિયા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે, જેઓ તેમની મીડિયા સંબંધિત કામગીરી માટે કામચલાઉ ધોરણે અમેરિકાની મુસાફરી કરી રહ્યા હોય. ટીએન વિઝા એવા પાત્ર પ્રોફશનલો માટે ચે જેઓ કેનેડા અથવા મેક્સિકોના નાગરિક છે અને યુએસએમસીએ હેઠળ નિર્ધારિત કાર્ય માટે અમેરિકામાં કામચલાઉ પ્રવેશ મેળવવા માગે છે. ટીડી વિઝા ટીએન વીઝાધારકોના પાર્ટનર અને અપરણિત સગીર બાળકો માટે છે. ભારતીય અરજદારો માટે આઇ વિઝા કેટેગરી છે. 1લી ઓકટોબરથી આ વિઝાના અરજદારોને તેમના તમામ સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સની પ્રાઇવસી સેટીંગ્સને પબ્લીક અથવા ઓપન રાખવાની સુચના આપવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે એવું કહ્યું નથી કે આ નવા નિયમથી આ વિઝા માટેની મુળભૂત પાત્રતાની શરતોમાં કોઇ ફેરફાર થાય છે. અરજદારો જે વિઝા કેટેગરી માટે અરજી કરી રહ્યા હોય એની શરતોનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે.
યુએસ વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે. (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.