ગુજરાતમાં વસ્તી ગણતરીના આધારે વિધાનસભા નું નવું સીમાંકન કરવામાં આવે છે,આ અંગે ચૂંટણી પંચ ના એક અધિકારી એ કહ્યું હતું કે,2001 માં કરવામાં આવેલી વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં કુલ 5.06 કરોડ ની વસ્તી હતી, જેના આધારે 2008 માં થયેલા સીમાંકનમાં બેઠકોની સંખ્યા 182 જ રહી હતી,તે સમયે બેઠકો માં ફેરફાર કરવામાં આવ્યા હતા પણ સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહોતો, 1975 માં 2.66 કરોડની વસ્તી હતી, તે સમયે 182 બેઠકો હતી તે પછી ગુજરાતમાં વિધાનસભાની બેઠકો 182 જ રહી છે, પણ 2026માં વસ્તી ની સંખ્યા 7 કરોડ ને પાર કરી જાય તેમ છે જેના કારણે નવા સીમાંકન માં બેઠકો વધી ને 210 સુધી પહોંચી જશે.
1975થી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક જ છે (ગુજરાત) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.