મુખ્ય  /  સમાચાર  /  ટૂંક સમયમાં થઈ શકે છે રશિયા-યુક્રેન શાંતિ કરાર: ડોનાલ્ડ ટ્રમ્પ

ટૂંક સમયમાં થઈ શકે છે રશિયા-યુક્રેન શાંતિ કરાર: ડોનાલ્ડ ટ્રમ્પ

Top Stories6 Nov 2026 · 8:37 AM 38 વ્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ કરાર થઈ શકે છે. તેમણે કહ્યું આ કરાર બે દેશો ઉપરાંત યુરોપ સમગ્ર યુરોપને આવરી શકે છે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, શ્રી ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતને સરળ બનાવવા માટે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના માનવતાવાદી પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સંભવિત કરાર સુધી પહોંચવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ છે.શ્રી ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ દૂત કિરિલ દિમિત્રીવ સાથેની મુલાકાત કરી. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કરારમાં અન્ય યુરોપિયન દેશોનો પણ સમાવેશ થવો જોઈએ. યુદ્ધના અંત પર ભાર મૂકતાં ટ્રમ્પે જણાવ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. બંને દેશોમાંથી દર મહિને આશરે 25,000 લોકો માર્યા જાય છે. હવે આ યુદ્ધ સમાપ્ત થવું જોઈએ.

ટૂંક સમયમાં થઈ શકે છે રશિયા-યુક્રેન શાંતિ કરાર: ડોનાલ્ડ ટ્રમ્પ (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા