મુખ્ય  /  સમાચાર  /  ગુજરાતની ફૂટબોલ યુથ લીગ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડ ભાગીદારી

ગુજરાતની ફૂટબોલ યુથ લીગ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડ ભાગીદારી

sports27 Oct 2026 · 2:34 PM 77 વ્યૂઝ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રાજ્યની કુલ 74 ક્લબો ભાગ લઈ રહી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચારે કેટેગરી માં ટોટલ 74 ક્લબો ભાગ લઈ રહી છે. આ એક અત્યાર સુધી નો રેકોર્ડ છે કે આટલી બહોળી સંખ્યા માં ક્લબો નું પાર્ટિસિપેસન છે.આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ રહી છે. સ્પર્ધામાં સિનિયર મેન્સ કેટેગરીમાં 13 ક્લબો, અંડર-13માં 23, અંડર-15માં 23 અને અંડર-17માં 14 ક્લબો ભાગ લઈ રહી છે. અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યુથ લીગમાં રમવા માટે ક્વોલિફાય થશે .

ગુજરાતની ફૂટબોલ યુથ લીગ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડ ભાગીદારી (sports) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા