ગુજરાતમાં વિધાનસભાની બેઠકો વધીને 210 સુધી થશે,28 ધારાસભ્ય વધશે.. એડવાન્સ પ્લાનિંગ.....ગુજરાત વિધાનસભામાં 230ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, એમએલએ ક્વાર્ટર પણ 214 બનાવવામાં આવ્યા દેશમાં ચાલી રહેલી વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા બેઠકના નવા સીમાંકન સાથે રાજકીય ગણિત બદલાઈ જશે, જેમાં ગુજરાત વિધાનસભાની હાલની કુલ 182 બેઠકોમાંથી વધીને 210 થશે, એટલે કે 28 બેઠકો વધશે,જેમાં પણ મહિલા અનામતનો કાયદો પસાર થયા બાદ 33% બેઠકો મહિલા માટે અનામત રહેશે,નવા સીમાંકનની પ્રક્રિયા 2028 માં પૂર્ણ થઈ શકે છે પરિણામે 2027 ની વિધાનસભા ચૂંટણી 182 બેઠકોના આધારે જ યોજાશે. ગુજરાતમાં છેલ્લે 1975માં 182 વિધાનસભા બેઠકો નક્કી થઈ હતી, તે પછી 2001ની વસતિ ગણતરીના આધારે 2008માં સીમાંકન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાની બેઠકોમાં ફેરબદલ થયો હતો,પણ સંખ્યા 182 જ રહી હતી.હવે 2025ની વસતિ ગણતરી પછીના નવા સીમાંકનમાં વિધાનસભાની બેઠક 182થી વધી 210 થઈ શકે છે. એટલે કે 27વર્ષ બાદ ગુજરાતમાં વિધાનસભાની બેઠકોનો વધારો થશે. નવા સીમાંકન ની સાથે સાથે લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત અંગેનો કાયદો પણ પસાર કરવાની સરકારે તૈયારીઓ કરી દીધી હોવાથી નવા સીમાંકનમાં મહિલા અનામત બેઠક જાહેર થઇ જશે. હાલમાં 182 ધારાસભ્યોમાંથી માત્ર 13 મહિલા ધારાસભ્યો છે.
નવી વસતિ ગણતરી-સીમાંકન બાદ રાજકીય ગણિત બદલાશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.