મુખ્ય  /  સમાચાર  /  આવતીકાલે ગુજરાત કબડ્ડી લીગની આઠ ટીમો માટે ખેલાડીઓની હરાજી

આવતીકાલે ગુજરાત કબડ્ડી લીગની આઠ ટીમો માટે ખેલાડીઓની હરાજી

સ્પોર્ટ્સ 31 Oct 2026 · 10:16 AM 135 વ્યૂઝ

ગુજરાત કબડ્ડી લીગ એટલે કે જીકેએલ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર આઠ શહેરોની ટીમો વચ્ચે લીગ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે આવતીકાલે એટલે કે 1લી નવેમ્બરના રોજ હોટલ નોવાટેલમાં ઓકશન રાખવામાં આવ્યું છે. જેમાં આઠ ટીમો માટે કુલ 112 ખેલાડીઓની પસંદગી માટે કુલ 155 ખેલાડીઓનું ઓકશન કરવામાં આવશે. જીકેએલ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, રાજકોટ, જામનગર અને ભાવનગરની આઠ ટીમો વચ્ચે મેચ રમાશે. જેમાં દરેક ટીમમાં 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. એટલે કે ઓકશનમાં 112 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. અમદાવાદ શહેરની ફ્રેન્ચાઇઝી ટીમ હેરિટેજ હીરોઝની માલિકી ધરાવતી પેન્ટા ફોર્સના આયોજકોનું કહેવું છે કે, આ ઓકશનની પ્રક્રિયાથી ખેલાડીઓને અનુભવ અને રમતનું વળતર મળશે અને ખેલાડીઓને આગળ વધવાની નવી તક ઉપલબ્ધ થશે. ગુજરાત કબડ્ડી લીગના સીઇઓ સંગ્રામસિંહે જણાવ્યું હતું કે, આવતીકાલે થનારા ઓકશનમાં 155 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ખેલાડીઓને ચાર ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એ ગ્રેડમાં 16 ખેલાડીઓ, બી ગ્રેડમાં 34 ખેલાડીઓ, સી ગ્રેડમાં 60 ખેલાડીઓ અને ડી ગ્રેડમાં 45 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ 155 ખેલાડીઓમાંથી 112 ખેલાડીઓની પસંદગી કરાશે. આ ઓકશન પ્રક્રિયામાં ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસીએશનના પ્રમુખ ભગવાનસહાય યોગી તથા આંતરરાષ્ટ્રીય કોચ અને સિલેકટર (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને ટેકનીકલ ડિરેકટર (જીકેએલ) કે.સી. સુથાર તથા તમામ આઠ ટીમોના ફ્રેન્ચાઇઝી ઓનર્સ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે ગુજરાત કબડ્ડી લીગની આઠ ટીમો માટે ખેલાડીઓની હરાજી (સ્પોર્ટ્સ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા