ભારતીય ચલણમાં ફેરફાર થઇ શકે છે. હાલમાં ચલણી નોટો કાગળની હોય છે, તે હવે આવનારા સમયમાં બંધ થઇ જાય છે, પણ ભારતમાં ટુંકસમયમાં પ્લાસ્ટીકની નોટો જોવા મળી શકે છે. આરબીઆઇ ટુંકસમયમાં દેશમાં પોલીમર બેન્ક નોટોનો પાયલોટ પ્રોજેક્ટસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જેના માટે આરબીઆઇ દ્વારા પોલીસમર માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આરબીઆઇનું માનવું છે કે, જો પ્રારંભિક ટ્રાયલ સફળ થાય તો પછી આ નવી નોટોને વર્ષ 2027થી તબક્કાવાર રીતે બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, આ હાલની કાગળની નોટો બંધ કરશે નહીં. બંને પ્રકારનું ચલણ થોડા સમય માટે બાજુમાં ચાલતુ રહેશે. શરૂઆતમાં આરબીઆઇ આ પ્રોજેક્ટ રૂ. 10 અને 20ની ચલણી નોટોનું મર્યાદિત સ્કેલમાં ટ્રાયલ કરશે. ત્યારબાદ આરબીઆઇનો હેતુ એ સમજવાનો છે કે આ નોટો ભારતીય હવામાન, વપરાશ અને બજારની સ્થિતિમાં કેટલી અસરકારક સાબિત થાય છે. પોલીમર નોટો ખાસ પ્રકારની મજબૂત પ્લાસ્ટીક જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, તે સામાન્ય કાગળની નોટો કરતા વધુ ટકાઉ છે. મોટાભાગે ખિસ્સામાં રાખવાને કારણે અથવા વારંવાર ઉપયોગમાં લેવાના કારણે નોટો ફાટી શકે છે. આ ઉપરાંત, પોલીમર નોટસમાં મોડર્ન સિક્યોરિટી ફીચર્સ ઉમેરવાનું સરળ છે. જેના કારણે નકલી નોટો તૈયાર કરવી પહેલા કરતા વધુ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં પોલીમર નોટોનું આગમન પણ નકલી ચલણને ઘણી હદ સુધી રોકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીમર નોટ તૈયાર કરવાની કામગીરીને આગળ વધારવા માટે આરબીઆઇના નોટ પ્રીન્ટીંગ યુનિટે ખાસ પોલીમર શીટ્સની સપલ્ય માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી અરજીઓ માંગી છે. આ શીટસ પર નવી નોટો છાપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ન્યુઝીલેન્ડ જેવા ઘણા દેશોમાં પોલીમર નોટસ ઘણા વર્ષોથી છે. આ દેશોનો અનુભવ બતાવે છે, કે નોટો લાંબા સમય સુધી ચાલે છે અને ઝડપથી બગડતી નથી.
2027થી ભારતમાં પ્લાસ્ટીકની ચલણી નોટો આવશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.