વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ-પેટીએમે માહિતી આપી છે કે, કંપનીનું બોર્ડ 20 જુલાઇના રોજ યોજાનારી બેઠકમાં જુન કવાર્ટરના પરિણામોની સાથે બોનસ શેર જારી કરવાનો પ્રસ્તાવ પર વિચાર કશે. જોકે, 2021માં પેટીએમ શેરબજારમાં લિસ્ટીંગ થયા પછી આ પ્રથમ બોનસ ઇશ્યુ હશે. પેટીએમએ અગાઉ ડિસેમ્બર 2022માં 850 કરોડ રૂપિયાનો ઓપન માર્કેટ શેર બાયબેક પૂર્ણ કર્યો હતો. આ પછી, કંપની તરફથી આ પ્રથમ મોટી કોર્પોરેટ કાર્યવાહી હોઇ શકે છે. શેરબજારમાં પેટીએમની એન્ટ્રી વર્ષ 2021માં થઇ હતી. કંપનીનો આઇપીઓ શેર દીઠ 2150 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ પર આવ્યો હતો, પરંતુ શેરનું લિસ્ટિંગ આ કિંમતથી નીચે હતું. બાદમાં, નિયમનકારી પડકારો અને નફાકારકતા અંગેની ચિંતાઓ વચ્ચે શેર લગભગ 300 રૂપિયાની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, તાજેતરના સમયમાં કંપનીના બિઝનેસ અને ફાઇનાન્સિયલ પર્ફોમન્સમાં સુધારો થયો છે. પણ હજુય આઇપીઓની ઓફર પ્રાઇઝથી 50 ટકા જેટલો નીચે બોલાઇ રહ્યો છે. જો પેટીએમ એક સામે એક બોનસ શેર આપે તો આઇપીઓ સમયના રોકાણકારોને રાહત મળી શકે છે. કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, સ્થાનિક રોકાણકારોનો હિસ્સો 30 જૂન, 2026 સુધીમાં વધીને 51.6 ટકા થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 50.3 ટકા હતો. આ પેટીએમએ સતત બીજા ક્વાર્ટરમાં તેની ભારતીય માલિકીની અને નિયંત્રિત કંપનીનો દરજ્જો જાળવી રાખ્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પણ પાછલા ક્વાર્ટરમાં 23.1 ટકાથી વધીને 24.9 ટકા થયો છે. જૂન ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડનો કુલ હિસ્સો 16.6 ટકાથી વધીને 17.9 ટકા થયો છે. કંપનીમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સની સંખ્યા પણ 41થી વધીને 43 થઇ છે. ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે પેમેન્ટ બિઝનેસમાં વધતો બજાર હિસ્સો અને નાણાકીય સેવાઓની તાકાત કંપનીના વિકાસને વધુ ટેકો આપી શકે છે. જો પેટીએમ સતત 20 ટકાથી વધુની આવક વૃદ્ધિ જાળવી રાખે છે, તો શેરના વેલ્યુએશનમાં પણ વધુ સુધારો જોવા મળી શકે છે.
પેટીએમ બોનસ શેર જાહેર કરશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.