અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં પાર્કિંગ ચાર્જ બમણા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા પ્રસ્તાવ અનુસાર મલ્ટીલેવલ પાર્કિંગમાં ટુ વ્હીલરનો એક કલાકનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 10 થશે, જ્યારે કારનો ચાર્જ રૂ.15થી 20 છે, તે રૂ. 40 થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં આ ચાર્જ વધુ રહી શકે છે. આ પ્રસ્તાવ પસાર થયા બાદ નવા દરો લાગુ પડશે. નવા પ્રસ્તાવમાં થ્રી વ્હીલર અને લાઇટ કોર્મશીયલ વાહનો માટે પણ અલગ ચાર્જ સુચવ્યા છે.
અમદાવાદમાં પાર્કિગ કરવું મોંઘું થશે, ચાર્જ વધારીને બમણા કરાયા ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.