જો તમારી પાસે રૂ. 2000ની ચલણી નોટ હોય તો તેને બદલી શકો છો. આરબીઆઇએ ફરી એકવાર લોકોને કહ્યું કે, તેમને હજુય પણ કાયદેસર ટેન્ડર માનવામાં આવી રહ્યા છે, તેથી તમે તેને બદલી શકો છો. ઘણી વખત લોકો પાસે રહી જાય છે, અને તે મળી હોય તો તેઓ રિઝર્વ બેન્કમાં પરત કરી શકે છે. 19મી મે, 2023ના રોજ રિઝર્વ બેન્કે રૂ. 2000ની ચલણી નોટને ચલણમાંથી પાછી ખેંચવા માટે પરિપત્ર બહાર પાડ્યો હતો. ત્યારબાદ આરબીઆઇએ લોકોને 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની સુચના આપી રહી છે. જ્યારે રૂ 500 અને 1000ની જુની નોટો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ 2000ની નવી ગુલાબી નોટ જારી કરવામાં આવી હતી, જેને પણ ટુંકસમયમાં બજારમાંથી પરત ખેંચી લેવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર લોકોને યાદ અપાવ્યું છે કે 2000 ની મોટાભાગની નોટો પરત કરવામાં આવી છે, પરંતુ જો તમારી પાસે હજી પણ કોઈ નોટ છે, તો તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે આ નોટો હજી પણ કાયદેસર ટેન્ડર માનવામાં આવે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો તમે ઇચ્છો તો તમે આ નોટોને પોસ્ટ દ્વારા આરબીઆઈની કોઇપણ ઇશ્યૂ ઓફિસમાં મોકલી શકો છો અને પૈસા તમારા બેંક ખાતામાં જમા કરી શકો છો.
રૂપિયા 2000ની ચલણી નોટ બદલવાની વધુ એક તક (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.